________________
૩૩૪ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ માય કહે મેરો ગર્ભ ગલ્યા એ, મન વાંછિત મનોરથ નવી ફલ્યો એક માયનું દુઃખ જાણ કરી એ, જીન હાથે આશા સેવી ફળે એ. રૌતર શુદ તેરસ અર્ધરાતી એ, ત્રિશલા જાય જીનપતિ એ; છપન્ન કુમારીકા આવી આ એ, કરે અશુચી કરમ મન ભાવીયા એ.
-: ઢાલ-ત્રીજી :આસન કયું ઇંદ્ર, જાણી જન્મ જીણું દ; ઘંટા નાદ કરે એ, ઘંટા સહી રણઝણે એ. પાલક વિમાન વિશેષ, નંદીસર આવેશ;
હમ સુરપતિ એ, લેવા જાય જીનપતિ એ. પ્રણમી જનની માત, પંચ રૂપ વિખ્યાત; કર લીયે જીનવરૂ એ, પાલે પુરંદરૂ એ. આવ્યા રે મેરૂ ગીરી, શંગ જીનપતિ ઘરે રે; ઓચ્છવ ચોસઠ સુરધનીએ, ભગતી કરે ઘણી એ. નિરમલ સજલ શંગાર, ભરીયા અતિ ઉદાર; સુરપતિ ચિંતવે એ, કીમ કરવું હવે એ. લઘુવય જનનું શરીર, કિમ સહશે જલપુર જન ભાવ જણાવીઓ એ, મેરૂ કંપાવીએ એ. થરહર્યો મેરૂ ગિરિંદ, જલ ભરીયા સુરવૃંદ; સાયર જલ હલ્યો એ, ગીરી શિખરે ધર્યો એ. ત્રુટી ત્રુટી સરોવર પાળ, તરૂવર હાથે ડાળ; સુરપતિ ચિંતવે એ, એ ૐ સંભવે એ. અવધે જોયું જામ, જાણ્યું વીરજીન કામ; ખમે પાયે નમે એ, ખમા તમે ઉપશમી એ. વૃષભ સીંગેથી ધાર, ટાલે તિમિર ભંગાર; ઓચ્છવ અતિ કરે છે, પુન્ય પોતાં ભરે એ. મૂકયા રે જનની પાસ, નંદીસર ઉ૯લાસ અઠ્ઠાઈ મહોત્સવ કરે એ, સુરઠામે સંચયાં એ.
-: હાલ–ચોથી :હવે રે સિદ્ધારથ રાજી, ઓચ્છવ કરે અપાર રે; દાન માન દીએ અતિ ઘણું, સુર કરે જય જયકાર રે,
ધન ધન રે ત્રિશલા રે માવડી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org