________________
[ ૩રપ
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
- હાલ દશમી :ઈમ કમ ખપાવી, ધીર પુરૂષ મહાવીર બાર વરસ તણું તપ, તે સઘલું વિણનીર. શાલિવૃક્ષ તલે પ્રભુ, પામ્યા કેવલજ્ઞાન સમોસરણ રચ્યું સુર, દેશના દીયે જિનભાણ. અપાપાનયરી, યજ્ઞ કરે વિપ્ર જેહ સર્વે બુજવી દીક્ષા દીયે, વીરને વંદે તેહ, ગૌતમ ઋષિ આદ, ચારોં ચાર હજાર; સહસ ચઉદ મુનીશ્વર, ગણધર વ૨ અગ્યાર. ચંદન બાલા પ્રમુખ, સાધવી સહસ છત્રીશ; દોઢ લાખ સહસ નવ, શ્રાવક દે આશીષ. ત્રણ્ય લાખ શ્રાવિકા, ઉપર સહસ અઢાર; સંઘ ચતુર્વિધ થાયે, ધન ધન જિન પરિવાર. પ્રભુ અશોક તરૂ તલે, ત્રિગડે કરે વખાણ; સુણે બારે પરષદા, યજન વાણું પ્રમાણ. ત્રણ છત્ર સેહે શિર, ચામર ઢાલે ઇંદ્ર; નાટક બદ્ધ બત્રીશ, ત્રીશ અતિશય જિર્ણોદ. ફુલ પગાર ભરે સુર, વાજે દુંદુભી નાદ; નામે સકલ સુરાસુર, છાંડી સવિ પ્રમાદ. ચિહુ રૂપે સહે, ધર્મ પ્રકાશે ચાર;
વીશમે જિનવર, આપે ભવને પાર. પ્રભુ વરસ બહોંતેર, પાલી નિરમલ આય; ત્રિભુવન ઉપગારી, તરણ તારણ જિનરાય. કારતિક માસે દિન, દિવાલી નિરવાણ; પ્રભુ મુગતે પહોતા, પ્રણમે નિત્ય કલ્યાણ.
- કલશ :એમ વીર જિનવર સયલ સુખકર, નામે નવનિધિ સંપજે, ઘર ઋદ્ધિ વૃદ્ધિ સુસિદ્ધિ પામે, એકમના જે નર ભજે. તપગચ્છ ઠાકુર ગુણ વૈરાગર, હર વિજય સૂરીશ્વર; હસ રાજ વંદે, મન આણંદ, કહે ધન્ય મુજ એ ગુરો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org