________________
૩૨૦ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ નિજ પદ પંડિત સંચર્યા, રાય સુખે રહે એ દેવી ઉદર ગર્ભ વાતો, શુભ દેહલા લહે એ. માતભક્તિ જિનપતિ કરે, ગર્ભ હાલે નહી એ; સાત માસવાડા વોલીયા, માય ચિંતા લહી એ; સહીયરને કહે સાંભલા, કુણે મારો ગર્ભ હર્યો એ હું ભૂલી જાણું નહી, ફોગટ પ્રગટ કર્યો એ. સખી કહે અરિહંત સમરતાં, દુઃખ દોહગ ટલે એ તવ જીન જ્ઞાન પ્રયુંજીયે, ગર્ભથી સલસ એ; માતા પિતા પરિવારનું દુઃખ નિવારીયું એ; સંયમન લેઉં માય તાય છતાં, જિન નિર્ધારીચું એ. અણદીઠે મેહ એવડો, તે કિમ વિછોહ ખમે એ; નવ માસવાડા ઉપરે, દિન સાડા સાતમે એ, ૌત્ર શુકલ તેરશે, શ્રી જિન જનમીયા એ; સિદ્ધારથ ભૂપતિ ભલાં, ઓચ્છવ તવ કીયા એ.
-: વસ્તુ :– પુત્ર જન પુત્ર જનમ્ય જગત શણગાર,
શ્રી સિદ્ધારથ નૃપકુલતિલો. કુલ મંડણ કુલ તણો દીવ, શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિશલાદેવી સુત ચિર જીવો; એમ આશિષ દીયે ભલી, આવી છપ્પનકુમારી શુચિ કામ કરે તે સહી, સોહે જિસી હરિની નારી.
– ઢાલ ત્રીજી – ચહ્યું રે સિંહાસણ ઇંદ્ર, જ્ઞાને નિરખતાં એ જાણી જન્મ જિસુંદ, ઇંદ્ર તવ હરખતાં એ. આસનથી રે ઉઠેવ, ભક્તિએ થુણે એક વાગે સુષા ઘંટ, સઘલે રણઝણે એ. ઇંદ્ર ભુવનપતિ વીશ, વ્યંતર તણું એક બત્રીશ રવિ શશિ દોય, દશ હરિ કલ્પના એ. ચોસઠ ઈંદ્ર મિલેવી, પ્રણમી કહે એ; રત્ન ગર્ભ જિનમાત, દુજી એસી નહી એ. જન્મ મહોત્સવ કરે દેવ, સરવે આવીયા એ; માયને દેઈ નિદ્રા મંત્ર, સુત લઈ મેરૂ ગયા એ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org