________________
w
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
[૩૧૭ માતા પિતા નિશાળે મૂકે, આઠ વરસનાં જાણું, ઈંદ્ર તણું તિહાં સંશય ટાલ્યાં, નવ વ્યાકરણ વખાણું રે. હમચડી૫ અનુક્રમે યૌવન પામ્યા પ્રભુજી, વર્યા યશોદા રાણું; અઠ્ઠાવીસ વરસે પ્રભુજીનાં, માત પિતા નિર્વાણું રે. હમચડી- ૬ દાય વરસ ભાઈને આગ્રહે, પ્રભુ ઘર વાસે વસીયા; ધમ પંથ દેખાડો ઈમ કહે, લોકાંતિક ઉલસીયા રે. હમચડી. ૭ એક કોડ આઠ લાખ સેરૈયા, દિનદિન પ્રભુજી આપે; ઈમ સંવત્સરી દાન દઈને, જગનાં દારિદ્ર કાપે રે. હમચડી. ૮ છાંડયા રાજ અંતેઉર પ્રભુજી, ભાઈ એ અનુમતિ દીધી; મૃગશિર વદી દશમી ઉત્તરાયે, વીરે દીક્ષા લીધી રે. હમચડી, ૯ ચઉના તિણ દિનથી પ્રભુજી, વરસ દિવસ ઝાઝેરા, ચિવર અર્ધ બ્રાહ્મણને દીધું, ખંડ ખંડ બે ફેરી રે. હમચડી. ૧૦ ઘર પરિસહ સાડા બારે, વરસે જે જે સહીયા; ઘાર અભિગ્રહ જે જે ધરીયા, તે નવિ જાયે કહીયા રે. હમચડી. ૧૧ શૂલપાણું ને સંગમદેવે, ચંડ કેશી ગોશાલે; દીધું દુઃખ ને પાયસ રાંધી, પગ ઉપર ગવાલે રે. હમચડી. ૧૨ કાને ગેપે ખીલા માર્યા, કાઢતા મૂકી રાડી; જે સાંભળતાં ત્રિભુવન કંપ્યા, પર્વત શિલા ફાટી રે. હમચડી. તેતે દુષ્ટ સહુ ઉદ્ધરીયા, પ્રભુજી પર ઉપગારી; અડદ તણું બાકુલા લઈને, ચંદન બાલા તારી રે. હમચડી. ૧૪ દેય છ માસી નવ ચઉ માસી, અઢી માસી ત્રણ માસી; દેઢ માસી બે બે કીધાં, છ કીધાં બે માસી રે. હમચડી. ૧૫ બાર માસને પખ બહેતર છ, બસે ઓગણત્રીસ વખાણું બાર અમ ભદ્રાદિ પ્રતિમા, દિન દઈ ચાર દશ જાણું રે. હમચડી. ૧૬ ઈમ તપ કીધા બારે વરસે, વણ પાણી ઉલ્લાસે; તેમાં પારણું પ્રભુજીએ કીધાં, ત્રણસે ઓગણ પચાસ રે. હમચડી. ૧૭ કમ ખપાવી વૈશાખ માસ, સુદ દશમી શુભ જાણ; ઉત્તરાગ શાલિવૃક્ષ તલે, પામ્યા કેવલ નાણું રે. હમચડી. ૧૮ ઇંદ્રભૂતિ આદિ પ્રતિબધ્યાં, ગણધર પદવી દીધી; સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, સંઘ સ્થાપના કીધી રે. હમચડી. ૧૯ ચઉદ સહસ અણગાર સાધવી, છત્રીસ સહસ કહીજે; એક લાખ ને સહસ ગુણ સઠી, શ્રાવક શુદ્ધ કહીજે રે. હમચડી ૨૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org