________________
0 1
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગર સાયક દેહતા જીવ જે ગતીમાં, વસીયા તસ હાય કર્મ રાજા રંકને કિરીયા સરીખી, ભગવતી અંગને મર્મ રે. પ્રા. ૪ ચિમાસી આવશ્યક કાઉસગ્ગનાં, પંચ સત્તમાને ઉસાસા; છઠ્ઠ તપની આલયણ કરતાં, વિરતિ ધમ ઉજાસા રે. પ્રા. ૫
ઢાલ-ત્રીજી (જિન રયણીજી, દશ દિશી નિર્મલતા ધરે.)
- દુહા કતિક સુદિમાંજી, ધર્મ વાસર અડધારીએ તીમ વલી ફાલ્ગણેજી, પર્વ અઠ્ઠાઈ સંભારીએ; ત્રણ અઠ્ઠાઈ છે, ચઉ માસી ત્રણ કારણે, ભવિ જીવનાજી, પાતિક સર્વ નિવારણે.
ઉથલે નિવારણ પાતક તણી એ જાણી, અવધિજ્ઞાને સુરવરા; નિકાય ચારના ઈંદ્ર હર્ષિત, વંદે નિજ નિજ અનુચરા; અઠ્ઠાઈ મહોત્સવ કરણ સમયે, શાશ્વતા એ દેખીએ; સવી સજજ થાયે દેવ દેવી, ઘંટ નાદ વિશેસીએ.
વલી સુરપતિજી, ઉઘાષણ સુરલેકનાં, નિપજાવીજી, પરિકર સહિત અશોકમાં; દ્વિીપ આઠમેજી, નંદીશ્વર સુર આવીયા; શાશ્વતી પતિમાજી, પ્રણમી વધારે ભાવીયા.
ઉથલે ભાવિયા પ્રણમી વધારે પ્રભુને, હર્ષ બહુલે નાચતાં, બત્તીસ બદ્ધ કરીય નાટીક, કડી સુર પતિ માચતાં; હાથ જોડી માન મોડી, અંગ ભાવ દેખાવતી, અપ્સરા રંભા અતિ અચંભા, અરિહંત ગુણ આલાવતી.
ત્રણ અઠ્ઠાઈમાંજી, ષઙ્ગ કલ્યાણક જિન તણું, તથા આલાયજી, બાવન જીનના બિંબ ઘણા; તસ સ્તવનાજી, સદ્દભુત અર્થ વખાણતાં, કામે પહોંચે છે, પછી જીન નામ સંભારતાં.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org