________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ બારસા સૂત્ર ને સામાચારી, સંવત્સરી પડિક્કમીએજી; રીત્ય પ્રવાડી વિધિશું કીજે, સકલ તુને ખામીજી, પારણાને દિન સ્વામિવત્સલ, કીજે અધિક વડાઈજી, માન વિજય કહે સકલ મરથ, પૂરે દેવી સિદ્ધાઈજી.
૩૩
વરસ દિવસમાં અષાડ ચોમાસું, તેહમાં વલી ભાદર માસ,
આઠ દિવસ અતિ ખાસ; પર્વ પજુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈ ધરને કરવો ઉપવાસ,
પિસહ લીજે ગુરૂ પાસ; વડા ક૫ને છઠ્ઠ કરીને, તેહ તણે વખાણ સુણીજે;
ચૌદ સુપન વાંચીને, પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય,
વીર જિસરાય. બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર,
વીર તણે પરિવાર; ત્રીજા દિને શ્રી પાર્શ્વ વિખ્યાત વલી નેમી સરને અવરાત,
વલી નવભવની વાત વીશે જિન અંતર તેવીશ, આદિજિનેશ્વર શ્રી જગદીશ
તાસ વખાણ સુણીશ, ધવલ મંગલ ગીત ગહુલી કરીએ,વલી પ્રભાવના નિત અનુસરીએ,
અઠ્ઠમ તપ જય વરીએ. આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણે પડતું વજડાવે;
ધ્યાન ધરમ મન ભાવે, સંવત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેલો થાય,
બારસા સૂત્ર સુણાય; થિરાવલી ને સમાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી,
સાંભલજો નરનારી, આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ,
શાસ્ત્ર સર્વે સુણીશ. સત્તર ભેદી જિન પૂજા રચા, નાટક કેરા ખેલ મચાવે;
વિધિથું સ્નાત્ર ભણાવે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org