________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ ઘાંચીની ઘાણી છોડાવે, જીવબંધનની જાલ તેડાવે,
બંધીવાન ખેલાવે; આઠ દિવસ લગે અમર પલા, સ્વામિ વરછલ મેરૂ ભરાવે,
જિનશાસન દિપાવે; પિસહ પડિકામણું ચિત્ત ધારે, ક્રોધ કષાય અંતરથી વારે,
વીરજીની પૂજા રચાવે. પુસ્તક લઈ રાત્રી જગો કીજે, ગાજતે વાજતે ગુરૂ હસ્તે દીજે,
ગહુલી સુવાસણ કીજે, કલ્પસૂત્ર પ્રારંભે વખાણું, વીર જન્મ દિન સહુકો જાણું,
નીશાળ ગરણું ટાણું, ખાંડ પડા પેંડા પતાસાં, ખાંડના ખડીઆ નેનાલીએર ખાસા,
પ્રભાવના ઉલ્લાસા વીર તણે પહેલો અધિકાર, પાસ નેમીસર અંતર સાર;
આદિ ચરિત્ર ચિત્ત ધાર. જંબૂમાટે ત્રિભુવન ગુણ ભરીયા, શ્રી શય્યભવ જેણે ઉદ્ધરીયા,
યજ્ઞ થકી ઉદ્ભરીયા; કેશ્યા ઘેર ચોમાસુ કીધું, અખંડ શીયલનું દાનજ દીધું;
સ્થૂલિભદ્ર નામ પ્રસિદધું; પારણે ગાયા હાલરડાં, સાંભળતાં સૂત્ર પાઠવીયા;
વયરસવામી શુભ વરીયા; એમ સ્થવિરાવલી ભાખી એ જેહ,સોહમસ્વામી ચિંતામણી નેહ,
ક૯પમાં, સુણીએ એહ. ઝલકમસરૂ ને પાઠ રૂમાલ, પુજીએ પિથીને જ્ઞાનવિશાલ
ઠવણ સહેજ સંભાલ; વલી પૂજા કીજે ગુરૂ અંગ, સંવત્સરી દિન મનને રંગ;
બારસા સુણે એક અંગ, સાસુ જમાઈના અડીયા ને દડીયા, સામાચારી મહેસાંભલીયા,
ખામણે પાપજ ટલીયા; શ્રી ભાવલબ્ધિસૂરિ કહે એ કરણી શ્રીપ મહેલ ચડણ નિસરણ
સિદ્ધાયિકા દુઃખહરણ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org