________________
૨૯૦ ]
પ્રાચીન સાય મહેદધિ ભાગ-૨
સિદ્ધારથ કુલ દિનમણું, વર્ધમાન વડવીર; ત્રિશલા સુત સેહામ, અનંત ગુણ ગંભીર. ભગવતી સૂત્રે ગણધરુ, પૂછે ગૌતમ સ્વામી; એ તુમ શાસન કિહાં લગે, વર્તશે જગવિશ્રામી. વીર કહે સુણ ગાયમા, એકવીશ વર્ષ હજાર; ગજ ગતિની પરે ચાલશે, પંચમ કાલ મોઝાર. - સંખ્યા દાય હજાર ચાર, હશે યુગપ્રઘાન; તેવીશ ઉદયે વર્તશે, એકાવતારી માન. તેવીશ ઉદયના વર્ણવું, વીશ તેવીશ અઠ્ઠાણું; અઠોર પંચેતેરા, નેવ્યાસી શત જાણું. સત્યાશી આઠમે ઉદયે, પંચાણું સત્યાશી; છોત્તેર અઠોર વલી, ચરાણું ગુણ રાશી. ચૌદમે એકસે આઠ છે, એક તીન મુણદ; એકસો સાત છે સેળમે, એક ચાર ગણદ. એકસે પંદર અઢારમે, એક તેત્રીશ સૂરિ; વીસમે ઉદયે સે ભલા, આચારજ વડનૂર. એકવીશમે ઉદયે વલી, પંચાણું સૂરિ રાજા; નવાણું બાવીશમેં, ચાલીશ ચઢત દિવાજા. સહુ મલી દોય હજાર ચાર, યુગપ્રધાન જયવંત; છેલ્લા દુપસહ સૂરિ, દશવૈકાલિક વંત; પંચાવન લખ કેડ વલી, પંચાવન સહસ કોડી; પાંચસે ક્રોડ પચાશ ક્રોડ, શુદ્ધ આચારજ જોડી. એ સવિ આચરજ કહા, દીપ વિજય કવિરાજ શુદ્ધ સમકિત ગુણનિર્મલા, સેહમ કુલની લાજ.
૨૨
મગધ દેશ પાવાપુરી, પ્રભુ વીર પધાર્યા, સેલ પર દીએ દેશના, ભવિજીવને તાર્યા. ભૂ૫ અઢારે ભાવે સુણે, અમૃતજીસી વાણ; દેશના દીયે રણુએ, પરણ્યા શિવરાણું. રાય ઉઠી દીવા કરે, અજવાલાને હેતે અમાવાસ્યા તે કહી, તે દિન દીવા કીજે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org