________________
મહાવીર જિન ચૈત્યવંદને.
KRRARAKAN
E
=================================
૧૩
સિદ્ધારથ સુત વંદીયે, ત્રિશલા દેવી માય; ક્ષત્રિય કુંડમાં અવતર્યા, પ્રભુજી પરમ દયાળ. ઉજજવળી છઠ્ઠ અષાઢની, ઉત્તરાફાલ્ગની સાર; પુષ્પોત્તર વિમાનથી, ચવિયા શ્રી જિન ભાણુ. લક્ષણ અડહિય સહસનું એ, કંચન વર્ણ કાય; મૃગપતિ લંછન પાઉલે, વીર જિનેશ્વર રાય. રીત્ર શુદિ તેરસ દિને, જમ્યા શ્રી જિનરાય; સુરનર મલી સેવા કરે, પ્રભુનું જન્મ કલ્યાણ માગશર વદી દશમી દિને, લીએ પ્રભુ સંયમ ભાર; ચઉનાણી જીનજી થયા, કરવા જગ ઉપકાર, સાડા બાર વરસ લગે, સદ્યા પરિસહ ઘેર; ઘનઘાતી ચઉ કમ જે, વા કર્યા ચકચૂર. વૈશાખ સુદી દશમી દિને, ધ્યાન શુકલ મન ધ્યાય; શમી વૃક્ષ તળે પ્રભુ, પામ્યા પંચમ નાણ. સંઘ ચતુર્વિધ સ્થાપવા એ, દેશના દીયે મહાવીર; ગૌતમ આદિ ગણધરૂ, કર્યા વજીર હજુર. કાતિક વદી અમાવાસ્યા દિને, શ્રી વીર લહ્યા નિર્વાણ પ્રભાતે ઇંદ્રભૂતિને, આપ્યું કેવળ નાણ. જ્ઞાન ગુણે દીવા કર્યા એ, કાર્તિક કમળા સાર; પુણ્ય મુક્તિ વધુ વણ્ય, વરતે મંગલ માળ,
સિદ્ધારથ સુત વંદીએ, ત્રિશલાને જાયે ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયે. મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય; બહોતેર વર્ષનું આઉખું, વીર જિનેશ્વર રાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org