________________
પ્રાચીન સર્જાય મહોદધિ ભાગ-૨
૨૮૩
પ્રણમું શ્રી દેવાધિ દેવ, જિનવીર મહાવીર સુરવર સેવે શાંત દાંત, પ્રભુ સહસ ધીર. પર્વ પણ પુણ્યથી, પામે ભવી પ્રાણ જૈન ધર્મ આરાધીએ, સમકિત હિત જાણી. શ્રી જિન પ્રતિમા પૂજીએ એ, કીજે જન્મ પવિત્ર જીવ જતન કરી સાંભળે, પ્રવચન વાણી વિનીત.
કલ્પતરૂ વર કલ્પ સૂત્ર, પૂરે મન વાંછિત; કહપધરે ધુરથી સુણે, શ્રી મહાવીર ચરિત્ત. ક્ષત્રિય કુંડ નરપતિ, સિદ્ધારથ રાય; રાણી ત્રિશલા તણ કુખે, કંચન સમ કાય. પુષેત્તર વરથી ચવ્યા એ, ઉપજ્યા પુણ્ય પવિત્ર; ચતુરા ચૌદ સુપન લહે, ઉપજે વિજય વિનીત.
સ્વપ્ન વિધિ કહે સુત્ત, હશે ત્રિભુવન ગાર; તે દિનથી ઋદ્ધ વધ્યાં, ધન અખૂટ ભંડાર. સાડા સાત દિવસ અધિક, જમ્યા નવ માસે; સુરપતિ કરે મેરૂ શિખરે, ઉત્સવ ઉલ્લાસે. કુંકુમ હાથા દીજીએ એ, તેરણ ઝાકઝમાલ; હરખે વીર હુલાવીએ, વાણી વિનય રસાલ.
જિનની બહેન સુદર્શના, ભાઈ નંદી વર્ધન પરણે ચશોદા પઘણી, વીર સુકોમળ રત્ન. દેઈ દાન સંવત્સરી, લેઈ દીક્ષા સ્વામી, કર્મ ખપાવી કેવલી, પંચમી ગતિ પામી. દીવાળી દિવસ થકી એ, સંઘ સકલ શુભારીત; અઠ્ઠમ કરી તેલાધરે, સુણજે થઈ એક ચિત્ત.
પાર્શ્વ જિનેશ્વર નેમિનાથ, સમુદ્રવિજય વિસ્તાર સુણીએ આદીશ્વર ચરિત્ર, વળી જિનના અંતર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org