SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ [ ૧૫ અરે મન મેહન ગારા, અરે પ્રિયતમ પ્યારા. દેજે મને ૧ ભદ્રા સુણી દુઃખણી થઈ રે, પુત્ર મરણની વાત; ચાર પહોર દુઃખ નિર્ગમી રે, પહોતી તિણે વન પ્રભાત. દેજે. ૨ કચેરી વન ટૂંઢતા રે, પુત્ર કલેવર દીઠ, નારી માય રોઈ પડી રે, નયણે જળધારા નીઠ. દેજે. ૩ હૈડાં ફાટે કાં નહિ રે, જીવી કાંઈ કરેશ; અંતર જામી વાલો રે; તે તો પહેર્યો પરદેશ. દેજે૪ હૈડાં તું નિષ્ફર થયું રે, પહાણ જડયું કે લોહ; ફીટ પાપી ફાટયું નહિ રે, વહાલા તણે વિહ. દેજો. ૫ હૈડું હણુ કટારીયે રે, બ્જુ અંગારે દહ; સાંભળતાં ફાટયું નહિ રે, તો બેટા તાહરો નેહ. દેજે. ૬ ઈણી પર ઝરે ગેરડી રે, તિમહીજ ઝરે રે માંય; પિયુ પિયુ મુખથી કરી રહી રે, બપૈયા મુજ જીવ જાય. દેજે. ૭ દુઃખભર સાયર ઉલો રે, છાતીમાં ન સમાય; પ્રેતકારજ સુતનું કિયું રે, જિનહર્ષ હૈયે અકળાય. દેજો. ૮ ઢાલ ૧૨ મી. દોહા વેરાગ્યે મન વાળીયો, સમજાવે તે આપ હો હો હાથકર, હવે મત કરો વિલાપ. એક નારી ઘર રાખીને, સાસુ સહિત પરિવાર; ગુરુના ચરણ નમી કરી, લીધે સંયમ ભાર રે. (રાજકુમાર બાઈ ભલો ભરતાર, અથવા મારી બહેની રે એ દેશી) ક્ષિપ્રા તટે ઉભી રડે રે, માય ચિતા બળતી જોય; આંસુ ભીને કંચુઓ તિહાં, રહે નિચાય નિચોય; મારી વહુઅર, એ શું થયું રે અકાજ; ગયે મુજ ઘરથી રાજ. મેરીટ હું દુખિણ થઈ છું આજ. (એ આંકણું૦) મેરી ૧ એ ઘર મંદિર કેહના રે, કેહની એ ધન રાશ; પુત્ર વિના સુનો સહુ રે, કેવી જીવિત આશ. મેરીરીસે સહુ એ કારમા રે, વિણસતાં કાંઈ ન વાર; સંધ્યા રાગ તણી પરે રે, કારમો સહ પરિવાર. મેરી૩ બાજી બાજી ગર તણી રે, દીસતી જેમ અમૂલ્ય; દિવસ ચારકા પેખણું રે, અંતે ધૂળકી ધૂળ, મરી, ૪ માત-પિતા સુત કામિની રે, સંયોગે મળીયાં આય; વાયે મળ્યાં જેમ વાદળાં રે, વાયે વિખેરી જાય. મરી૫ સ્વપ્નમાં જેમ રાંકડે રે, ધન પામી હુએ શેઠ; જાગી નિહાળી ઠિકરું રે, ભાંગ્યું માથા હેઠ. મારી ૬ ૬ સ્વપ્ન જેમ અશાશ્વતાં રે, સહુ દેખાય છે એહ; કહે જિન હર્ષ વૈરાગીયાં રે, સાસુ વહુઅર તેહ. મેરીટ ૭ દ્વાલ-૧૩ મી (સુણ બેહેની પિયુ પરદેશી-એ દેશી) ભદ્રા ઘર આવી એમ ભાખે, ગર્ભવતી ઘર રાખે રે; અન્ય વધુ પહોતી ગુરૂ પાસે, વ્રત અમૃત રસ ચાખે રે, (એ આંકણ) ભદ્રા ૧ પંચ મહાવ્રત સુધાં પાળ, દૂષણ Jain Education International 201005 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy