________________
૨૫o ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ વિધિપદ પ્રમુખ પ્રમાર્જના, પરિઠવાદિ વિવેક રે; મન વચ તનુ અશુભે કદી, નવિ ડિ મુનિ લેક રે. સા. ૬ હિંસા મિથ્યા અદત્ત જે, મૈથુન પરિગ્રહ ત્યાગ રે; સર્વથી કરણ કરાવશે, અનુદન નવિ લાગ રે. સા. ૭ પંચ આશ્રવ અલગ કરો, પંચ ઇંદ્રિય વશ આણે રે; સ્પર્શન રસન ને ઘાણ જે, નયન શ્રવણ એમ જાણે રે. સારા શુભ મધ્યે રાગ ધરે નહિ, અશુભે દ્વેષ ન આણે રે; પુદગલ ભાવે સમ રહે, તે સંયમ ફલ માણે રે. સા. ક્રોધાદિક ચઉ જય કરે, હાસ્યાદિક તસ માંહિ રે; એ અનુભવ બંધ ભવ દુઃખ દિયે, એમ જાણે મનમાંહિ રે. તસ અનુદયા હેતુ મેલવે, ઉષે અફલતા સાધે રે; સફલે પણ તસ ખામણે, એમ સંસાર ન વાધે રે. સા. જે કરતે રે કષાયને, અગ્નિ ઉપજતે જાણે રે, તે તે હેતુ નવિ મેલવે, તેહિજ સમતા જાણે રે. તેણે ત્રિભુવન સવિ છતિયો, જેણે જીત્યા રાગ દ્વેષ રે; ન થયા તેહ તેણે વશે, તે ગુણરત્નને કષ રે. મન વી કાયા દંડ જે, અશુભના અનુબંધ જોડે રે; તે ત્રણ દંડને આદરે, તે ભવબંધ ન તોડે રે. બંધવ ધન તનુ સુખ તણો, વલી ભય વિગ્રહ છડે રે, વલી અલંકૃત મમકારના, ત્યાગથી સંયમ મંડે રે. સારા ઈણ પરે સંયમ ભેદ જે, સત્તર તે અંગે આણે રે, જ્ઞાન વિમલ ચઢતી કલા, વદતી સમકિત ઠાણે રે. સા.
દ્રવ્ય સંયમ બહુ વિધ થયે, સિદ્ધિ થઈ નવિ કાંય, સાકર દૂધ થકી વધે, સનિપાત સમુદાય. સત્ય હોય જે તેહમાં, ત્રિકરણ શુદ્ધિ બનાય; સત્યવંત નિર્માયથી, ભાવ સંયમ ઠહરાય.
દાળ-૭-મી, મુનિવર ધર્મ એ સાતમે, ચિત્ત આણે ગુણવંત સત્ય સહસ્ત્રકર ઊગતે, દંભતિમિર તણે અંત રે. મુનિજન સાંભલો, આદર એ ગુણ સંત રે; સહુથી આગ, ભાજે એહથી અત્યંતે રે.
ભવ ભય આમલે. આંકણી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org