________________
૨૪૮ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
લોભ જલધિ જલ લેહેરે ઊલટે, લેપે શુભગુણ દેશેજી; સેતુ કરી જે જહાં સંતોષને, નવિ પસરે લવ લેશોજી. મમતા. ૨ દ્રવ્યાપકરણ દેહ મહિમપણું, અશન પાન પરિવાર ઇત્યાદિકની રે જે ઈહા ધરે, કેવલ લિંગ પ્રચારજી. મમતા. ૩ લાભાલાભે સુખ દુઃખ વેદના, જે ન કરે તિલ માત્રજી; ઉપશમ ઉદય તણે અનુભવ ગણે, જાણે સંયમ યાત્રજી. મમતા. ૪ લભ પ્રબલથી રે વિરતિ નહિ રહે, હેય બહુ સંકલ્પજી; સજઝાયાદિક ગુણ તસ નવિ વધે, દુર્ગાનાદિક ત૫જી. મમતા. ૫ લેભે ન હણ્યા રે રમણીયે નવિ છલ્યા,ન મલ્યા વિષય કષાયજી; તે વિરલા જગમાંહિ જાણયે, ધન ધન તેહની માયછે. મમતા. ૬ લોભ તણું સ્થાનક નવિ છતીયા, જઈ ઉપશાંત કષાયજી; ચિહું ગઈ ગમન કરાવે તિહાં થકી, પુનરપિ આતમરાયજી. મમતા. ૭ તસ કિંકર પરે અમર નિકર સવે, નહિ ઉણતિ તસ કાંઈજી; જસ આતમ સંતે અલંકર્યો, તસ ત્રિભુવન ઠકુરાઈઝ મમતા. ૮ અનુભવ રસમય ચારિત્ર ફલ ભલું તે નિર્લોભ પસાય; જ્ઞાનવિમલ પ્રભુતા લહે અતિ ઘણી, ઉદય અધિક તસ થાય છે. મમતા. ૯
દુહા નિર્લોભે ઈરછા તણે, રેધ હોય અવિકાર; કમ ખપાવણ તપ કર્યો, તેહના બાર પ્રકાર. જેહ કષાયરે શેષ, ત્રિસમય ટાલ પાપ; તે તપ કહિએ નિર્મલ, બીજે તનુ સંતાપ.
ઢાળ ૫ મી શક્તિ સ્વભાવે તપ કર્યો રે, પંચમ મુનિવર ધર્મ પંચમ ગતિને પામવા રે, અંગ છે શુભ મર્મ સોભાગી મુનિ તપ કીજે અનિદાન, એ સમતા સાધનસ્થાન. ખટવિધ બાહ્ય તે કહ્યો રે, અત્યંતર ખટ ભેદ, અનાશંસ અગિલાણતા રે, નવિ પામે મન ખેદ. સ. અનશન ને ઉનાદરી રે, વૃત્તિ સંક્ષેપ રસ ત્યાગ, કાયકલેશ સંલીનતા રે, બહિર તપ ખટવિધ ભાગ. સે. અશન ત્યાગ અનશન કર્યો છે, તેહ દુભેદ જાણે ઈવર યાવત્ કથિક છે રે, તનુ બહુ સમય પ્રમાણ સેતુ ઉણાદરી ત્રણ ભેદની રે, ઉપકરણ અશન પાન; ક્રોધાદિકના ત્યાગથી રે, ભાવ ઉદરી માન. સે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org