________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
વર૭ મુનિ ભાવ દુષ્કર ઘણો રે, જીપો મેહ ભૂપાલ; વિષય સેના સહુ વારવી રે, તમે છો બાલ સુકુમાલ. માત્ર ૧૦ માતાજી નિજઘર આંગણે રે, બાળક રમે નિમિંહ; તિમ મુજ આતમ ધર્મમાં રે, રમણ કરતાં કિસી બિહ. માત્ર મેહ વિષ સહિત જે વચનડાં રે, તે હવે મુજ ન છિબત; પરમગુરૂ વચન અમૃત થકી રે, હું થો ઉપશમવંત. મા. ૧૨ ભવતણે ફંદ હવે ભાંયે, સાધવ મેહ અરિવૃંદ; આત્માનંદ આરાધો રે, સાધવો મોક્ષ સુખ કંદ. નેમ થકી અધિકે જે હવે રે, તે માનિયે તાસ વચન રે; માતાજી કાંઈ નવિ ભાંખીયે રે, માહરૂં સંચમે મન. માત્ર ૧૪
તાલ-૩-જી. ધન્ય ધન્ય જે મુનિવર ધ્યાને રમ્યારે, સમતા સાગર ઉપશમવંત રે; વિષય કષાયે જે નડિયા નહિ રે, સાઘક પરમાર્થ સુમહંત રે. ધન્ય. ૧ યાદવપતિ પરિવારે પરવર્યો રે, નેમિ ચરણે પત્યા ગજસુકુમાલ રે; માતપિતા પ્રીતે વહોરાવતા રે, નંદન લાલ મનહર ચાલ રે. ધન્ય. ૨ પ્રભુ મુખે સર્વ વિરતિ અંગી કરી રે, મૂકી સર્વ અનાદિની ઉપાધિ રે, પૂછે સ્વામી કહો કેમ નિપજે રે, મુજને વહેલી સિદ્ધિ સમાધિ રે, ધન્ય. ૩ પ્રભુ ભાણે જીનત એકાગ્રતા રે, ઉદયે આવ્યા પડતા પરિણામ રે; સંવર વૃદ્ધિ વધે નિર્જરા રે, લઘુકાળે લહિયે શિવધામ રે. ધન્ય. ૪ એકરાત્રિ પડિમા તમે આદરે રે, ધરજે આત્મ સ્વભાવ સુધીર રે, સમતા સિંધુ મુનિવર તેમ કરે છે, શિવપદ સાધવા વડવીર રે. ધન્ય૦ ૫ શિર ઉપર સગડી સેમિલે કરી રે, સમતા શીતલ ગજસુકુમાલ રે; ક્ષમાની નવરાવ્યો આતમા રે, શું દાઝે તેને નહિ ખ્યાલ રે. ધન્ય દહન ધર્મ તે દાઝે અગ્નિથી રે, હું તો પરમ અગાહ અદાહય રે જેહ દાઝે તે મારું નહિ રે, અક્ષય ચિન્મય તત્વ પ્રવાહ રે. ધન્ય૦ ૭ ક્ષપક શ્રેણી ધ્યાને આરોહિને રે, પુગલ આત્માને ભિન્ન ભાવ રે; નિજગુણ અનુભવ વલી એકાગ્રતા રે, ભજતાં કીધે કર્મ અભાવ રે. ધન્ય. ૮ નિર્મલ યાને તત્વ અભેદતા રે, નિર્વિકલ્પ ધ્યાને તદ્રુપ રે; ઘતિ વિલયે નિજગુણ ઉલસ્યા રે, નિર્મલ કેવલ આદિ અનૂપ રે. ધન્ય- ૯ થઈ અયોગી શૈલેશી કરી રે, ટાલ્યો સર્વ સંગી ભાવ રે, આત્મા આત્મા રૂપે પરિણયે રે, પ્રગટ પૂર્ણ વસ્તુ સ્વભાવ છે. ધન્ય૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org