________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
[ ર૩૧ કેટના કપાટે બંધ કરીને, દ્વારિકા પૂરી સળગાવી રે; મહેલ ઝરૂખા બાગ કચેરી, બાળીને કીધી દિવાળી રે. કર્મ- ૨ કીકીયારી લેકની પશુના પોકારે, સુણ બને ભાઈ દોડયા રે; માતા પિતાને રથમાં બેસાડી, અશ્વને જલદીથી જેડયા રે. પણ એક ડગલું નહિ ચાલવાથી, રામને કૃષ્ણ જોડાયા રે; એટલામાં રથની ધરી ભાંગી, તે પણ ઘસડીને દોડ્યા છે. કર્મ કીલા સુધી રથ ઘસડી લાવ્યા, ત્યારે થઈ આકાશવાણી રે; રામ કૃણ વિના નહી મૂકું, કેમ ખેંચે રથ તાણ રે. ધર્મનું શરણ કરી માત પિતા, મરી ગયા દેવલોક રે; આપનું બળ કાંઈ કામ ન આવ્યું, રડી પડયા પોકે પોકે રે. કર્મ, નિરૂપાયે બને નિરાશ થઈને, નગરીને બળતી છેડી રે; પાછું વાળીને દૃષ્ટિ કરે તે, ભસ્મી ભૂત રાખ રે. પાંડવ તરફને આશ્રય લેવા, ચાલ્યા અને ઉદાસી રે; મહા જંગલમાં આવીને પડયા, કૃષ્ણને લાગી પ્યાસી રે. કર્મ વાસુદેવ પીતામ્બર ઓઢીને, વૃક્ષની નીચે બેઠા રે, બળદેવ પાણીની શોધનામાં, જળના સ્થાને પહત્યા રે. કમ ૯ મૃગની બ્રાંતીએ બાણને છોડ્યું, જરાકુમારે વનમાં રે; આવીને કૃષ્ણના પગમાં લાગ્યું, કાળ ન મૂકે જંગલમાં રે. રૂદન કર્યું આવી જરા કુમારે, કૃષ્ણજી હિંમત આપે રે; લેખ લખ્યા નહિ મિથ્યા થાય, પ્રભુવાણી હૃદયમાં થાપે રે. મારા માટે થયે જંગલવાસી, બાર વરસ દુઃખ ખમવું રે; બેટા પડે નહિ જીનવર વચને, મિથ્યા થયું તારું ભમવું રે. કર્મ. ૧૨ દ્વારિકાપુરીની સઘળી બીના, ભાઈને કૃષ્ણ જણાવે રે, સર્વ યાદવમાં બળદેવ ને હું, જીવતા છીએ એમ જણાવે છે. કર્મ. ૧૩ આખી નગરી કળ કળતી મૂકી, નિરૂપાયે અમે હાલ્યાં રે; એટલામાં મારે કંઠ સુકાણે, જળ શોધે બળદેવ ચાલ્યા રે, જરાકુમાર તું પાછો વળી જા, અવસર કેમ તું ચુકે રે; બળદેવને જે ખબર પડી તે, માર્યા વિના નહી મૂકે છે. કર્મ, ૧૫ મારા મૃત્યુથી સ્નેહને લઈને, રામ ઝુરી છુરી મરશે રે; તમે તે જીવતા રહેશો જો યાદવ, વેષ બુદ્ધિથી કરશે રે, કર્મ, ૧૬ લે આ કૌસ્તુભ રત્ન નિશાની, પાંડવને તું દેજે રે; આજે ખબર અમારી સઘળી, સાથે ક્ષમાપના કેજે રે. કર્મ. ૧૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org