________________
રરર ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨ સામાયિક નીજ નાર દેખી ચિત્તમાં રમે; દેખી રૂ૫ સરૂપ અનુપમ આર્યા તણું, વિષયા રસ થયે લીન મુનિવર ઘણું. પૂરવલી બહુ પ્રીત સંભારે અહર્નિશે, ચારિત્રના ગુણ ક્ષીણ કરે વિષયા રસે; કુમ મધુકર રસ લીન ચંપક વરણી પ્રિયા, છાંડી જાએ કેમ પૂરવ સુખ મેલીયા. નેક નજર નિજનારી દેખી મલકે હસે, હાવ ભવિ નિજ અંગ કામ કીડા વસે કામાતુર પતિ દેખી આર્યા અણસણ કરે, થાયે વ્રતને ભંગ ગલે ફાંસે દીએ. સ્વર્ગ ભુવન અવતાર, લહ્યો તિહાં મહાસતી, સામાયિક મુનિ વાત સુણી તેહની છતી; કરી અણસણ પચ્ચક્ખાણ થયા સુર તે વલી, સ્વર્ગ ભુવન સુખ ભોગ ભોગવે મનરલી. ચવી લીધે અવતાર વસંતપુર મહાસતી, શેઠ તણું સુતા હોઈ નામે શ્રીમતી; ભર યૌવન મનરંગ સખી શું પરિવરી, કેલી કરે દેવાણે, બહુ ભાતે જપ કરી. હવે સામાયિક સાધુ સરસ સુખ ભોગવી, લહી માનવને અવતાર આયુ સવી ભોગવી; પહેલી ઢાલ સુચંગ કેદારામાં કહી, માન સાગર બહુ પ્રીત અભંગે રહે સહી.
ઢાલ ૨ જી. હવે આદનપુર અભિરામજી, “ગુણ ગિરૂઆ તણા” નરપતિ આદન નામેજી. ગુણo હવે સુત આદ્રકુમારજી; ગુણ૦ દેવલોકથી લીધો અવતાર, ગુણ ગિરૂએ તણ. કુલચંદકુંવર અવતંસજી, ગુણ જાયે કુલ દીપક હંસજી; ગુણ કુંવર કેલિ કરે મન ખંતજી, ગુણ, તે હિડે ભલી ભાત. ગુણ લેઈ પંડિત પાસે ભણોજી, ગુણ, ભરયૌવનમાં પરણાવ્યો; ગુણ૦ વિષય રસમાં સુખ માણેજી, ગુણ૦ કલા પુરૂષની બહોતેર જાણેજીગુણ ઈણ અવસર શ્રેણીક રાજાજી, ગુણ, તેહના તે ચડત દિવાજાજી; ગુણ આદનપુર ડૂત પઠાજી ગુણ મેલ્યો ભેટો જે મન ભાયોજી. ગુણ
Jain Education International 2010_05
.
For Private & Personal Use Only
www.jainelibrary.org