________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
[ ર૧૭ કાઢી બાર ઉઘાડીને, ઉમરા વચ્ચે બેસાડી રે; આપ્યા અડદના બાકળા, સુપડાંમાંહી ઉછાંહી રે. તેણે ૧૮ શેઠ લુહાર તેડણ ગયો, કુમારી ભાવના ભાવે રે, ઈણે અવસર વહરાવીએ, જે કઈ સાધુજી આવે . તેણે ૧૯
ઢાલ ૩ જી. એણે અવસર શ્રી વીરજીનેશ્વર, જંગમ સુરતરૂ આયા; અતિ ભાવે તે ચંદનબાળા, વંદે જિન સુખ દાયા, આઘા આમ પધારો વીર મુજને પાવન કીજે. આજ અકાળે આંબે મોર્યો, મેહ અમીરસ વુડા; કર્મ તણા ભય સર્વે નાઠા, અમને અનવર તુઠા. આઘા. ૨ એમ કહીને અડદના બાકળા, જનજીને વહોરાવે; યોગ્ય જાણીને પ્રભુજી વહેરે, અભિગ્રહ પુરણ થા. આઘા. ૩ બેડી ટળીને ઝાંઝર હુવા, મસ્તકે વેણું રૂડી દેવ કરે તિહાં વૃષ્ટિ સેવનની, સાડી બારહ કેડી. આઘા. ૪ વાત નગરમાં સઘળે વ્યાપી, ધન લેવા નૃપ આવે; મૂળાને પણ ખબર થઈ તવ, તે પણ તિહાં કને જાવે. આઘા. ૫ શાસન દેવી સાનિધ્ય કરવા, બેલે અમૃતવાણી; ચંદનબાળાનું એ ધન છે, સાંભળ ગુણમણું ખાણી. આઘાટ ચંદનબાળા સંયમ લેશે, તવ એ ધન વપરાશે; રાજાને એણે પરે સમજાવે, મનમાં ધરી ઉલાશે. આઘા. ૭ શેઠ ધના કુમારી તેડી, ધન ઘેર લઈ આવે; સુખે સમાધે તિહાં કને રહેતાં, મનમાં હર્ષ ન માવે. આઘા. ૮ હવે તિણ કાળે વીર જીણંદજી, હુવા કેવળ નાણી; ચંદનબાળા વાત સુણીને, હૈડામાં હરખાણી. આઘા. ૯ વીર કને જઈ દિક્ષા લીધી, તતક્ષણ કર્મ ખપાવ્યાં;, ચંદનબાળા ગુણહ વિશાળા, શિવ મંદિરમેં સીધાવ્યાં. આઘા. ૧૦ એહવું જાણીને રૂડા પ્રાણી, કરો શીયળ જતન; શીયળ થકી શિવ સંપદ લહિએ, શીયળે રૂપ રતન. આઘા૧૧ નયન વસુ સંયમને ભેદે (૧૭૮૨) સંવત સુરત જાર; વદી અષાડ તણા છઠ્ઠને દિવસે, ગુણ ગાયા રવિવારે આઘા. ૧૨ શ્રી વિદ્યાસાગર સૂરિ શિરોમણી, અવિચલ પદ સહાયા;
મહિયલ મહિમા અધિક બીરાજે, દિન દિન તેજ સવાયા. આઘા. ૧૩ - ૨૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org