________________
[ ૧૮૧
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
તેઓ પિળને છાંટશે રે, ત્યારે ઉઘડશે પળ; રાજા તે મનમાં હરખીયો રે, મુજ ઘેર ઘણું છે નાર. નવશે નવાણું મારે રાણીઓ રે, સર્વે સતીઓ કહેવાય; રાજાએ વરઘોડો ચઢાવીઓ રે, ધામધૂમને નહિ પાર. અંતે ઉર એકઠું થયું રે, રાણીઓ સર્વે જાય; કઈ ચડયું મંદિર માળીયે, રાણી ચઢયા કુવાની કાંઠે. કાચે સુતર ચાલણી રે, તૂટી તૂટી રે જાય; એમ નવશે નવાણું ચાલણ રે, પડી કુવાની માંય. રાજા મનનાં ઉદાસ થયે રે, નવસેએ ન સર્યા કાજ; સમકિતી શેઠને બારણે રે, સતી ગભદ્રા કહેવાય રે. ઢેલી જઈ તિહાં ઢોલ ટીપે રે, પડ ઝીલ મેરીમાય; અઠ્ઠમ તપ સતી પાળીને રે, આવ્યા સાસુજીની પાસ. લળી લળી સાસુજીને વિનવે રે, રજા આપોને મારી માય; નવશે નવાણું હેલે ગયા રે, આવ્યા કાચીડે રાજ, કેઈન કીધા રે હું એ ન માનું, નજરે ન જોયા જાય; વહુ સાસુને વિનવે રે, રજા આપ મારી માય. જારે નફટ વહુ પડતો ઝીલો રે, નહિ આવું તાહરી સાથ; વહુ સાસુજીને વિનવે રે, પડો ઝીલ્યો સતીએ આજ. રાજાએ રથ મેના મોકલ્યાં રે, બેસીને આવો મેરી માય; સાસુજી બેઠા રથમાં રે, સતી ચાલતાં જાય. કેઈ ચઢયું મંદિર માળીયે રે, સતી ચઢયાં કુવાની કાંઠ; કલાવતીના કર સાધીયા રે, સતી સીતાની લાજ. જે હોય સત પ્રભુ માહરૂં રે, તે રાખજે મુજ લાજ; નવકાર મંત્ર ગણ કરી રે, ચાલણી મેલી કુવાની માંય.
ઢાલ ૬ ઠી
| (સેના ઈંઢોણ) પહેલી પળે તે સતી આવીયા રે, ત્યાં તે છાંટયા છે નીર રે; પ્રાણી તરત ઉઘડી છે પિળ, પ્રાણી શિયળનો મહિમા. બીજી પળે સતી આવીયા રે, ત્યાં તે છાંટયા છે નરે; પ્રાણી એમ એ પોળ ઉઘાડીને રે, સાતમીએ કર્યો વિચાર કઈ પિયર કેઈ સાસરે રે, કઈ હશે માને મોસાળ પ્રાણી તે ઉઘાડશે પિળ રે, પ્રાણી શીયળનો મહિમા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org