SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૮૦] પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ દીકરી તેલ ગણતી રે, વહુ રે હું તુજને; ન રહ્યું નેકનું પરિણામ, અરે વહુ તે શું કર્યું. હાલ ૩ જી. ( રાગ ઉપર પ્રમાણે. ) સાસુએ પુત્રને તેડાવીઓ, કરે વિયોગની વાત પુત્ર વધૂ છે સોના સમી રે, શોભે નહિ ઘરવાસ. માતાના વચન સુણને રે, કુંવર બેલે છે એમ; ગુણવિના સિંહણશી લાકડી, ગુણ વિના નારી કજાત રે. પિયુના વચન સતી સાંભળી, મનમાં ચિંતવે એમ; અઠ્ઠમ તપ હવે આદરૂં, ત્યારે ઉતરશે આળ રે. અઠ્ઠમ તપ સતીએ આદર્યો, કાઉસગ્ગ કીધે તેણીવાર; ત્યાંથી તે સતી ચાલી ગયા રે, જઈ રહ્યા નદીને કાંઠે રે. હાલ ૪ થી સતી મનમાં ચિંતવે એમ, પાપ મેં તે બહુ કર્યા; સતીને ચડાવેલી આળ, તેના રે પાપ જાગીયાં, કરે શેષ અફશેષ, સતી મન અતિ ઘણાં રે. કર્યા પા૫ અનંતા રે, તેના પાપ નથી મટયા; જીવના કર્યા જીવ ભગવે, તેમાં તે નથી મણા; કરે શેષ અશેષ, સતી મન અતિ ઘણા. ભરડયા જીવ શેયા ધાન્ય, અણગળ જળ વાપર્યા; સતીને ચઢાવેલાં આળ, ધાવતા બાળ વિછોડીયાં. કડી પુરી છે શાખ, તેનારે પાપ જાગીયા; કરે શેષ , અશેષ, સતી મન અતિ ઘણા. દ્વાલ ૫ મી ( રાગઃ આ આ દેવ મારા સુનાસુના ) ઈન્દ્રતણું આસન ચહ્યું રે, સતીને ચઢાવેલ આળ; પોળ વસાવી નગર તણી રે, ત્યારે ઉતરશે રે આળ. ભૂંગળ તે ભાગે નહીં રે, ગણને લાગે નહિ ગાળ; નગર લેક સહુ ટેળે મળ્યા રે, આકુળ વ્યાકુળ થાય. વેગે પહોંચી છે વધામણી રે, રાજા થયા છે નિરાશ; રાયે તે નિમિત્તીયાને તેડાવીયા રે, જોશ જુઓ તેણીવાર. જોશીએ જઈને એમ કહ્યું રે, સતી ઉઘાડશે પોળ; કાચા સુતરે ચાલણ રે, કુંભ સુતરને જળ કાઢ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy