________________
[ ૧૩૫
૧૦
પ્રાચીન સક્ઝાયે મહેદધિ ભાગ-૨
ભજન ભલી ભલી ભાતનાંરે લાલ, સુખડી સાથે ભાત રે; પ્રવિણપુત્ર. સરસનિરસ આહાર આવશે રે લાલ, તે ખાશો કેમ કરી ખાંત રે. પ્રવિણપુત્ર. સમકિત સાથે સુખડી રે લાલ, મનથી મોતી ચુર રે, હો મોરી માત ગગન ગાંઠીયા જ્ઞાનના રે લાલ, ભાવ ભલો ભરપુર રે. હો મોરી માત. સેવન થાળ સેહામણું રે લાલ, શાલ દીલ ધૃત ગોળ રે પ્રવિણપુત્ર; સર્વે ભજન મન માનતા રે લાલ, ઉપર મુખ તબેલ રે. પ્રવિણુપુત્ર. અકિંચન થાળી કાચલી રે લાલ, સમતા સાલ દાલ વૃત ગોળ રે, હો મોરી માત ભજન સરસ સંતેષનાં રેલાલ, થીર મન સુખ તંબેલ રે. હા મારી માત. ઉપસર્ગ તુજને અતિ ઘણું રે લાલ, વળી પરિસહ બાવીસ રે, પ્રવીણુપુત્ર, ખમી ન શકે તું ખરો રે લાલ, પછી પસ્તાવો કરીશ રે. પ્રવીણપુત્ર ઉપસર્ગ જે મુજ ઉપજે રે લાલ, તે ક્ષમા ખમીશ રે હો મારી માત, પ્રીતે કરી પરિસહ સહુ રે લાલ, બળીયા જે કોઈ બાવીસ રે. હો મારી માત. વચન સુણ વૈરાગ્યનાં રે લાલ, મુર્છાણ તવ માત રે; પ્રવીણપુત્ર, નયણે રે આંસુ નિતર્યા રે લાલ, સાંભળ સુત સુજાણ રે. પ્રવીણપુત્ર. માન વચન માતાતણું રે લાલ, તુજને કહું છું એહ રે; ભાગી સુંદર, સુગુણ સુતા સેમલ તણી રે લાલ, પરણે પનોતા એહ રે;
સીભાગી સુંદર, ધર્મ હૈયામાં શું ઘરે રે લાલ. માત મનોરથ પુરવારે લાલ, ના કરશો નાકાર રે; સૌભાગી સુંદર, ઓચ્છવ મોચ્છવ કરી ઘણું રે લાલ, પરણવું પુત્ર કુમાર રે. સૌ કહે કુંવર માતા ભણી રે લાલ, સાંભળો મોરી માય રે હો મારી માત, મન મારૂં વૈરાગ્યમાં રે લોલ, એક ક્ષણ લાખેણું જાય રે હો મારી માત. માત વિચારે ચિત્તમાં રે લાલ, રાખ્યો ન રહે એહ રે; પ્રવિણુપુત્ર, આશિષ આપી અતિ ઘણી રે લાલ, લીયે દીક્ષા ધરી નેહ રે, પ્રવિણુપુત્ર. બેસાર્યા સેવકે સુત ભણી રે લાલ, ઓચ્છવ કી અપાર રે, સૌ. આવ્યા તેમજ આગળ રે લાલ, ભાવે લે સંયમ ભાર રે. સૌ માત કહે નીજ પુત્રને રે લાલ, સાંભલ સુત મેઝાર રે; સી સંયમ સુધી પાળ રે લાલ, પામો પદ નિર્વાણ રે. સી. એમ આશિષ માતા દિયે રે લાલ, આવ્યા સહુ ઘર એહ રે; સી. આવ્યા નેમજી આગળે રે લાલ, ગજસુકુમાર ગુણ ગેહ રે. સી. આજ્ઞા આપો નેમજી રે લાલ, કાઉસગ્ન કરૂં સ્મશાન રે; સૌ મન સ્થિર રાખીશ માહરૂં રે લાલ, પામું પદ નિર્વાણ રે. સી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org