SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨ મુઝ બંધવ સુત, તિણે તું થયો ભત્રીજ રે; માત પતિ બંધવ તિણે કાકે માહરો; શકને સુત તું તિણે મુઝ સુત ઓરમાન રે; ખટ સંબંધે હાલરો ગાયે તા . હાલો. હવે તુજ મુજ સાથે એહ થયે સંબંધ રે, ખટ સંબંધ કુબેર દત્તના હવે કહું, આપણ બહું એક કુખે ઉપન્ન રે; તિણે રે હું ભગિની તું બંધવ લહું. હાલેહવે જનની પતિ તું તિણે મુજ થાયે તાત રે; વળી રે વડા મુજ કાકાને તું પિતા બહુ લાડે પરણાવ્યા આપણ દોય રે, તિણે રે હું સાચી તારી યેષિતા. હાલો૦ હ૦ શેકલડી ને સુત તું તિણે મુજ જાત રે; મુજ દેવરને તાત તેણે સસો ગણું તુમથું અમથું ખટ નાતરાં થાય એહ રે; તે કારણથી એ સગપણ થયું તુમ તણું. હાલો૦ હ૦ વટકી બેલી અપરિગૃહિતા તામ રે; અસમંજસ શું ભાંખે કિમ નથી લાજતા; હા વેશ્યાજી હું પુત્રી તમે મોતા રે, તમે કાં નવિ લાજ્યા મુજ જનમ થતા. હાલો. હવે માહરા બાપની તું છે સાચી માતા રે; તેણે રે વડીઆઈ થાયે માહરી, દયિતા ભ્રાતની તેણે તું મુઝે ભોજાઈ ; સાંભળ રે હું નણદી થાઉં તાહરી. હાલો૦ હ૦ મુજ શેલડી પુત્ર તણી તું નારી, તેણે રે તું માહરી કહેવાયે વહું; મુજ વલ્લભની જનની થાયે સાચી રે, હું વધૂ ને તમે પુનરપિ સાસૂ કહું. હાલો. માહરા પિઉની પ્રેમદા તિણે મુજ શોક રે, રે વેશ્યા ખટ સગપણ, તુજ મુજ એ કહ્યાં; ખટ બાળકના ખટ બંધવ ખટ તુજ રે; મેળવતાં અષ્ટાદશ નાતરાં એ થયાં. હાલ હ. ૯ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy