________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
૨
૩
એક પેટીમાં દોય જણ, અમે લાવ્યાં હે કાલિંદ્રી તીરકે; જોબનવય પરણાવીયા, અમે બેહુ હે મનથી થઈ ધીરકે. વા. પેટી તુમ માતા પિતા, નવિ જાનું હો અમે આધી વાત કે; તુમ પૂછાથી ભાંખીયો, જે હુતે હો તુમ અવદાલ કે. વા. તવ કુંવરી ધરણી ઢળી, મુખ ભાંખે હો હૈ! હૈ! કિરતાર કે; એક અંબા અમ દયની, કઈ કારણે હૈ નાખ્યા છે વારિકે. વા. વાત ઘણી વિરૂઈ થઈ, સુખ વિલસ્યા હો ભગિની યે ભ્રાતકે; શી ગતિ હશે? અમતણી, ઈમ કુમરી હો ઝૂરે દિન રાત કે. વાવ ગર્ભથી કાંઈ ગળ્યા નહિ, નવિ બૂડ્યાં હો કાં તટિની મઝાર કે; ઈમ ચિંતવતા તપોધની, સુત્રતા હો લેવા આવ્યા આહાર કે. વા વંદન વિધિ તિહાં સાચવે, વિનયાદિકે હો વહોરાવે અન્નકે; આજ કૃતારથ હું થઈ, તુમ દરીસણે હો શીતલ મુજ તનકે. વા બૂડી છું હું અનાદિથી; ભવ સાયર હો નવિ પામું પારકે; તે માટે મુઝ તારીએ, મનમાંહી હા આણી ઉપગાર કે. વા. તુમ પાસે માગું અછું, મુઝ દીજે હો દીક્ષા મહાભાગ કે સુણ બાઈ ગુરૂણ કહે, માય હાયની હો તું અનુમતિ માગ કે. વા સમજાવી પરિકર સવી, ઉચ્ચરીયાં હો પંચ મહાવ્રત સાર છે; છઠ્ઠ અઠ્ઠમ દશમ દુવાલસ, તપે તપસ્યા હો ચાલે નિરતિચારકે. વાવ ઈમ સંયમ લહીં વિચરે સુખે, હવે સાંભલે હો કુંઅર અધિકાર કે; નગર લોક નિંદે ઘણું, ફિટ પાપી હો ભગિની ભરથારકે. વાવ ઈમ સાંભલી કહે જનકને, તવ પિતા હો દિયે એમ આદેશ કે; કુંઅર! કરીઆનું લઈને, તમે જાઓ હે ઈહાંથી પરદેશકે. વા લઈ શિખતવ ચાલી, કર્મ જોગ હો આવ્યો મથુરા ઉદ્યાનકે; કાનન માંહિ ઉતર્યો, કરી ભજન હા મુખે ચાવતે પાન કે. વા. તેહવે વન જેવા તિહાં, રથ બેસી હે કુબેર સેના વેશ કે, દેખી કુંઅર સેહામણો, સા નિરખે હો એકત્ર પ્રદેશ કે. વા. નયણે નાખ્યો લવી, તવ બે હો કુંઅર મુખ વાણકે રે વેશ્યા! મુઝ ઘટ થકી, જઈ વસીયા હો તુઝ ઘટ મુઝ પ્રાણ કે. વા. તવ વેશ્યા કહે વાલેહા, તુઝ દીઠે હો હું થઈ મગન્ન કે; આજથી મેં નિચે કરી, તુઝ સેપ્યું હો તન મન ધનકે વાવ મેરૂ તોલે કોઈ રાજુએ; ભુજથી હે તેરે સાયર જેહ કે; ભુ છત્રાકારે કરે, નારીયે કર્યા રાંકડા તેહકે. વા.
૧૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org