SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] પ્રાચીન સજઝાય મહેદધિ ભાગ-૨ હાલ ૩ જી. ( ભવિ તમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા–દેશી ) તેજપાલ એક દિન ઈમ ચિંતે, તીરથને અનુસરીયે; જેહથી તરીયે તેહીજ તીરથ, સેવી ભવજલ તરીયે. ધન્ય જિન શાસન રે, તીરથ જગ ઉપગારી. તેહમાં જંગમ થાવર તીરથ, દોય ભેદે છે વારૂ; જંગમ તીરથ છે બહુ ભેદે, વરણું તેણે ઉદારૂ. ધન્ય, અરિહંત ગણધર નિયમા તીરથ, તીર્થપતિ જસ નામ, અરિહંત સૂરિ પાઠક મુનિવર, ચઉવિણ તીરથ ધામ. ધન્ય શ્રત કેવલી દશ પૂરવી ગણધર, પ્રત્યેકબુદ્ધજી કહીયે, એ ચઉવિત સંઘ તીરથ પ્રભુની, આણા શિરપર વહિયે. ધન્ય દરશન નાણુ ચરણે એ તીરથ, રત્નત્રયી જસ નામ; તીરથ સાધુ સાધી શ્રાવક, શ્રાવિકા ગુણ વિસરામ. ધન્ય દ્વાદશાંગી પ્રવચન સંઘ તીરથ, અરિહા ઓપમ જેહને, વિશેષાવશ્યક વલી ભગવતી ટીકા, નમે તીથ્થર્સ કહે એહને. ધન્ય જ્ઞાની જ્ઞાન થકી જે તરીયા, પ્રવચન સંઘ પસાય; પ્રવચન સંઘ શ્રી તીરથ રાજજી, નમે તિથ્થસ્સ કહેવાય. ધન્ય એ સહુ જંગમ તીરથ પ્રભુને, વંદો વાર હજાર; તેજપાલ ઈમ પ્રણામે તીરથ, દીપ વિજય જયકાર. ધન્ય ઢાલ-૪–થી (કપુર હોય અતિ ઉજલે રે–દેશી) યા થાવર તીર્થને રે, તેજપાલ એક ધ્યાન સિદ્ધાચલ ગીરનારજી રે, સમેત શિખર બહુમાન રે, ભવિયાં ! વંદો તીરથ રાજ. પાંચ કલ્યાણક ભૂમિકા રે, બહુ મુનિવર નિરવાણ પાદુકા પ્રતિમા વંદિયે રે, દેખી તે અહિ ઠાણ રે. ભવિયાં. તેજપાલ ઈમ ચિંતવી રે, હરખ્યો તીરથ કાજ; ધનદ શેઠને વિનવે રે, અનુજ્ઞા દીય ગુણ પાજ રે. ભવિયાં. ઈગ્યાર હજાર ને પાંચસે રે, તેત્રીશ સોનૈયા લીધ; નામે ઉધારે લખાવીને રે, પંથે પ્રયાણ તે કીધ રે. ભવિયાં યાત્રા કરી ઘેર આવતાં રે, મારગમાં તેજપાલ; મરણ લહું શુભ ગતિ હુઈ રે, દેણાને રહ્યો અંજાલ રે. ભવિયાંe. ૩ 8 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy