________________
[ ૧૫૦
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-
સુખમાં કદી સૂએ નહિ, જેહને માથે છે વેર રે; રણો ને વ્યભિચારી વલી, ઘણું ભર્યો વળી સૂર રે. ઋણ એ પાંચે રહે દુબલા, રાત દિવસ લહે તાપ રે; ધન્ય ધન્ય ધન્ય મુનિરાજને, તજ્યા પાંચે સંતાપ રે. | એક ભવે દશ સો ભવે, લીચે લેણદાર તેડ રે; દેણદાર દુઃખથી દિયે, એહમાં નહિ સંદેહ રે. ઋણ રૂપીયે અગીયારમાં પ્રાણ છે, કહે લેક સુજાણ રે; લેઈને પાછો નવિ દિયે, ત્યારે દુઃખે દશ પ્રાણ રે. ઋણ માયા મોટી આજીવિકા, સગાં સણી જા છે હેઠ રે; માયા વિના જગમાં બહુ, દીઠા કરતા તે વેઠ રે. ઋણ લહેણું શાલીભદ્ર શેઠજી, લીધું એકે સંકેત રે, ગોભદ્ર શેઠે રે આપીયું, પેટી નવાણું સુહેત રે. ઋણ દિપવિજય કવિરાજ, પૂરવ સૂરિ મહારાજ રે; પૂરવભવ ત્રણ વરણવ્યા, તિમ વરણવું સુસાજ રે. ઋણું
દ્વાલ ૨ જી
( પાટલીપુરમાં રે પ્યારે–દેશી ) જંબૂઢીપે ભરત મઝાર, જયપુર નગર વસે મને હાર; ગઢમઢ મંદિર સે દીપે, માનું અલકાપુર ને ઝીપે. જે જયસેન રાજા રે રાજે; છત્રપતિ આણ નિઃકંટક છાજે; રાણી ગુણવંતી જયનામ દાયકુલ નિરમલ ગુણ વિસરામ. જે. તેહ નગરને રે વાસી, લક્ષ્મી કોટી ધ્વજ સુવિલાસી, ધનદત્ત નામે રે વાણી, અભંગદ્વાર ને સુકૃત કમાણી. જે. સાત પુત્રને સહુ પરિવારે, જન ઘરમ વાસિત જયકાર - તપજપ કિરિયા વ્રત પચ્ચક્ખાણ, પરભવ સુકૃત તણા મંડાણ. જે એહવે બીજા નગરનો વાસી, રાજપાલ નામે ગુણ રાશિ જયપુરનગરે રે આવ્યા, ધનદત્ત શેઠ તણે મન ભાવ્યા. જ પુત્ર છે રાજપાલને એક, તેજપાલ નામે સુવિવેક; તેજપાલને પુત્ર છે ચાર, એપેરે પુત્ર પિતા પરિવાર. જે. ધનદત્ત શેઠને રે પાસે, વાણોતર થઈ રહ્યા ઉ૯લાસે; નહિ વાણેતર શેઠ વડાઈ, ધારે શેઠજી ધરમ સગાઈ. જંo માતપિતા સગપણ પરિવાર, વાર અનંતી હુઆ અવતાર ઉપવિજય કવિરાજ પ્રધાન સાહમિનું સગપણ પુન્યનિધાન. જે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org