SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ સ્વામી કહું છું હું તુમ ભણી, માની લેજે તું આજ; વારંવાર કહું કેટલું, પરનારીમાં બહુ પાપ. કહ્યું રે મા ૧૦ ઢાલ-૪–થી રાવણે કહે સુણ મંદોદરી, મત હાર તું હૈયું સેનાનું દ્વાર ને કોટ છે, નહીં તે દશરથનું હૈયું; રાણજી દઢ મન રાખજો. કુંભકર્ણ સરિખા બાંઘવા, ઈન્દ્રજીત સરિખા પુત્ર; સમરથ સેના માટે ઘણી, નહી જીતે દશરથને પુત્ર. રાણીજી૨ રાવણ કહે સુણ મંદોદરી, આપણે છીએ અહંકારી; લીધી વાત ન મેલીયે; પાછો પગ નવિ દઈએ; રાણજી- ૩ મંદોદરી કહે અહંકારથી, ચક્રી વાસુદેવ જેવા; પસ્તાવો કરી નરકે ગયા, જે દુખ પામ્યા કેવા; કહ્યું રે માનો મારા કંથજી ૪ સતો સિંહ જગાડી, છંછેડયે કાળો નાગ; સીતાને કલંક લગાડીયો, પ્રગટયા પૂર્વ પાપ; કહ્યું કે માને. કંથજી ૫ મંદોદરી કહે આપણું કઈ નથી, માટે કરો ને ભલાઈ; એવી વાણી રાણી કહે; આવ્યા બભીષણ ભાઈ કહ્યું રે માને મુજ બાંધવા. ૬ ભાઈ સીતાને કીજીએ, બેન કરીને પાછી; રામચંદ્રજીને હેતે રહીએ, જગમાં વાત એ આછી; કહ્યું કે માને મુજ. બાંધવા. ૭ બીભીષણ કહે સુણે ભાઈજી, સીતા જગતની માતા; સત્ય શીયળથી ચુકે નહી, જે કરો ખોટી જ વાતે. તે કહ્યું રે માને મુજ. બાંધવા ૮ તે કુળ ને કલંક લગાડયું, સારી મારી છે વાત, હજી કહું છું બે કર જોડીને, માની લે મુજ ભ્રાત. કહ્યું રે માને મુજ. બાંધવા. ૯ હનુમંત વીર વિરોધીને, સુગ્રીવ હતા બહુ શાણા; તે પણ અનીતિ જોઈ ગયા, તે કર્મો કર્યા આકરા. કહ્યું રે માને મુજ. બાંધવા. ૧૦ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy