________________
૧૪૬ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
અશન વસન આસન તણીજી, એષણા કરતા રે સાધ; સાધે સંવર ભાવને જી, પામે સુખ અગાધ, મુ. કાય જેગ પુદ્ગલ હેજી, આતમ ધર્મ ન એહ; અનભિસંધિ વિરજ તણી જી. ચંચળતા ધરે દેહ. મુ. આતમ તત્વ અનંતાજી, જ્ઞાન વિના ન જણાય; તેહ પ્રગટ કરવા ભણીજી, કરે મુનિ નિત્ય સજઝાય. મુ. તન અનુયાયી વીર્યને છે, કારણ અશન આહાર; વૃદ્ધ યષ્ટિ સમ જાણીનેજી, અશનાદિક ગ્રેહે ચાર. મુ. સાધ્ય સાધકતા નવિ અડેજી, તે ન રહે આહાર બાધક પરિણતિ વારવા, લીપે મુનિ ઓછો આહાર. મુ. તત્ત્વ રૂચિ તત્ત્વાશ્રયીજી, તત્ત્વ રસિક નિગ્રંથ; ખુહા દોષને વારવાજી, મુનિ માને પતિ મંથ. મુ. સુડતાલીશ આહારનાજી, દોષ તજ અણગાર; અસંભ્રાંત મૂચ્છ વિનાજી, કરે મુનિ ઉચિત આહાર. મુ. અણહારતા સાધતાજી, તપ તપે દ્રવ્ય ને ભાવ ઈહ પરલોક પરિહરેજી, આશંસાને દાવ. મુ. એષણ સમિતિએ ચાલતાંજ, ધન્ય ઢંઢણ અણગાર; તસ પદ પદ્મવંદન થકીજી, રૂપ વિજય જયકાર. મુ
- દોહા ચેથી સમિતિ સેહામણી, પાલંતા અણગાર; ગ્રહણ વિમુચન વસ્તુને, જયણાએ ધરનાર
ઢાલ-૪થી
(સ્વામી સીમંધરા વિનતિ. દેશી) સાધુજી સમિતિ ચેથી ઘર, પરિહર સયલ પરમાર રે, જોગ અહિંસક ભાવથી, સાધીયે સિદ્ધિ સ્યાદ્વાર રે. સા. આતમ તત્વ સાધનરસી, ઉલસી આગમ શક્તિ રે; વ્યક્તિએ સર્વ પરિગ્રહ તજી, સાધતા સાધ્ય પદ મુક્તિ રે. સા ભાવ અહિંસક્તા ભણી, દ્રવ્ય અહિંસક સાધ રે, ઘરે હરણ મુખ વસ્ત્રિકા, સાધવા જોગ સમાધ રે. સા. વસ્ત્ર ને માત્ર અશને કરી, જ્ઞાન ભણતાં સદા સાથ રે; જયણાએ ગ્રહણ મંચન કરે, ધરી મન જોગ સમાધ રે. સારા બાલ ને તરૂણ તરૂણી મને, નગન દુર્ગછના મૂલ રે; તિણે મુનિ વસ્ત્ર અંગે ધરે, મેક્ષ મારગ અનુકૂલ રે. સા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org