________________
t૧૧પ
પ્રાચીન સર્જાય મહોદધિ ભાગ-૨
જિમ જિમ એ ઋષિ ભેટીયે રે,તિમ તિમ પા૫ ૫લાય સલુણા; પંચ સમિતિ ત્રણ ગુપ્તિમેં રે, નિવસે પ્રવચન માંહિ સલૂણું. ક્રોધાદિક અરિયણ પ્રત્યે રે, જીત્યા પદ્ધ મુનીંદ્ર સલૂણુ; અપ્રતિબંધ વાયુ પરે રે, વિચરે ધરા ગીંદ્ર સલૂણા. કરિ અણસણ આરાધના રે, પહાતા અમર વિમાન સલૂણા; પક્વ દેવ સુખ ભોગવી રે, ચવિ જાશે નિર્વાણ સલૂણા. બહુલતા મહા પવજી રે, નિજ જનની કી આશ સલૂણા; પૂરે મનોરથ ભાવશું રે, જિનરથયાત્રા તાસ સલૂણા. જિનમંડિત પૃથિવી કરી રે, રમૈત્ય ઘણું મને હાર સલૂણું; સંઘયાત્રા વિધિણું ઘણું રે, લેઈ કીધ જુહાર સલૂણું. શિવમતની લઘુમતનું રે, રાખ્યું વલી પણ માન સલૂણા; જૈન્ય ધર્મ શિવ આંતરો રે, ગોથાયર પજાણ સલૂણા. ચક્રવતિ પદ ભોગવે રે, પૂરણ ષટ ખંડ રાજ સલૂણા; ધર્માચરણ વંચક પ્રત્યે રે, કરે નરેદ્ર જ સાજ સલૂણા.
દેહા
શ્રી વિષ્ણુકુમાર મુનિ, તપ તપતા મહારાણ; ષટું સહસ વર્ષ તપ તપી, હુઆ લબ્ધિના ઠાણ, આમ સહિ વિપો સહિ, ખેલે સહિ સુપ્રમાણ પુલાક ને વૈકિય પ્રમુખ, કહેતા નાવે જ્ઞાન. મેરુ દર્શન ચુલીકા, વિષ્ણુકુમાર રૂષિ રાય; ગુરૂ અનુમત લેઈ કરી, ધ્યાન કરે તસ ડાય. ઈણ અવસરે સુવ્રત સૂરિ, વિચરત દેશવિદેશ; હસ્તિનાગપુરે આવીયા, સાથે મુનિ સુવિશેષ. મહાપ નૃપ આદિ દે, મલી સમસ્ત રાજાન; ચાતુરમાસની વિનતિ. કરી રાખ્યા ધરી માન. ઈત્યનંતર નમુચિ જે, વલી નામ જસ દીધ; તે નૃપ પાસે વર પ્રત્યે, માગે જે તસ દીધ.
હાલ–આઠમી
(દાન કહે જગ હું વડું દેશી) સાત દિવસ મુજને સહી, યજ્ઞ કારણ દિયે રાજ, લલના પ્રભુ તુમ સુર ચિંતામણી, વંછાપૂરણ હાર. લલના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org