________________
૧૦૬ ]
પ્રાચીન સઝાય મહેદાધ ભાગ-૨
ઉત્સવ મહોત્સવ કૃષ્ણ રાજા કરે, ખરચે બહુલા રે દામ, શિબિકા બેસી રે નિજ ઘર થકી, આવ્યા રેવંત વન ઠામ. કૃષ્ણ
સ્વહસ્તે રે દીક્ષા દીધી નેમજી, હુઆ થાવસ્થા અણગાર; શિષ્ય પોતાને રે કરી થોપીયા, મહિયલ કરે રે વિહાર
કૃષ્ણ કહે ધન્ય થાવરચા સાધુને. આંકણી. અનુક્રમે આવ્યા રે સેલંગ પુર સહી, સેલંગરાય શ્રાવક કીધ; સૌગંધિકા નગરી રે થાવા આવિયા, સુદર્શન પણ વ્રત લીધ. કૃષ્ણ વાત સુણીને રે શુક તિહાં આવીયે, સહસ સંન્યાસી સંઘાત; મહારો શિષ્ય રે એણે ભલો , કરે થાવસ્થા શું વાત. કૃષ્ણ પ્રશ્ન પડુત્તર શુક બહુ પૂછીયા, કુટિલ પણે રે ઉલ્લાસ; ચઉદ પૂરવ ધારી થાવગ્યા મુનિવરૂ, પહોંચાયે કેમ તાસ. કૃષ્ણ ખેટે ધર્મ મિથ્યાત્વનો મૂકીને, શ્રી શુક થયો અણગાર; સહસ સંન્યાસી રે દીક્ષા લે તિહાં, હુઆ ચૌદ પૂરવધાર. કૃષ્ણ માસ અણસણ રે સહસ સાધુ શું, શેત્રુ જે દીધ સથાર; થાવસ્થા મુનિવરે કેવલ પામીને, લીધું શિવપદ સાર. કૃષ્ણ૦ ૧૮
હાલ ૪ થી (ભવિ તમેં જે જે રે સંસારી નાતરાં રે) સેલંગપુર આવ્યા હે, શુક મુનિવરુ રે, સહસ શિષ્ય પરિવાર સેલંગરાજા હો પાંચશે મંત્રી શું રે, વાંદ્યાં ચરણ ગુણ ઘાર. હું ગુણગાઉ હે થાવગ્રા મુનિ પરિવારનાં રે, ઉત્તમ અરથ ભંડાર
શ્રત કેવલી અણગાર, ભવિ જીવાં સુખકાર. હું આંકણી. વૈરાગ્ય પામી હો સેલંગ રાયજી રે, મંડુકને દેઈ રાજ દીક્ષા લીધી હો પાંચશે મંત્રિશું રે, કરે ધર્મના કાજ. હું ૨ શુક આચાર્ય હો પુંડરિકે ચડી રે, પાદ પગમન સંથાર, સાધુ સહસના હે પરિવારે કરી રે, લહી મુક્તિ સુખકાર. હું સેલંગરૂષિ હ વિહાર કરતાં થકાં રે, અંત પ્રાંત આહાર; રેગે વ્યાપી હો કાયા તેની રે, આવ્યા નિજપુર સાર. તાત શરીરે હો રોગ દેખી કરી રે, મંડુક કરે ઉપચાર; વિવિધ પ્રકારે છે ઔષધીયે કરી રે, સમાવ્યો રોગ તેણે વાર. હું પ આહાર તણે રસેં હો તે થયા લોલુપી રે, શ્રી સેલંગ રૂષિ રાય; પડિકમણાદિક કિરિયાને વિષે રે, પ્રમાદી હુઆ ગુરૂરાય. હુ. ૬ પાંચસે સાધુ હો મન માંહે ચિંતવે રે, રહેવું નહિ એકણુ ઠામ; પંથક શિષ્યને હા પાસે થાપીને રે, ચાલ્યા મુનિવર સુજાણ. હુ ૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org