________________
૧૦૨ ]
પ્રાચીન સક્ઝાય મહૈદ ભારે કાંબી ને કલ્લાં ઝાંઝર પહેર્યા, કાને ઝાલ ઝબુકે; રૂમઝુમ કરતા મહેલે પધાર્યા, મેલ ગરડવા લાગ્યો છે. મારી આઠ મળીને બારીયે બેઠાં, વચમાં વાલમ ઘેર્યા; મુખે વચન વાલા કંઈ ન બોલ્યા, અમે ફોગટ ફર્યા છે ફેરા રે. મારી આઠે મળીને વળી એમજ કહે છે, સુણે વાલમ મારી વાત; દુનિયા તમને ઠપકે દેશે, મુર્નાઈમાં ગણાશે રે. મારી આઠે મળીને વળી એમજ કહે છે, વાલા સુણે અમારી વાત; નર ભમર ચતુરાઈ ન શીખ્યા, શું રહ્યા દીલ હેઠાં રે. મારી
ઢાલ-૫–મી અમે આઠે છે રમણી ને ગમણું, અમે આઠે જોબનવંતી; સહેજે શું થંક પડે વાલા તમને, ત્યારે લોહી તપે રે વાલા અમને. નહિ મારી જેઠનહિ દિયર નગીને, તમવિના વાલા સંસાર સુને, તમ ઉપર મારે આસને વાસ, તુમ વિના વાલા સંસાર સુને. જે આવ્યા હોય જમના રે તેડા, તો વાલા અમથી નહિ રે ઉપાય; દીક્ષા લેવાની જે વાત વધે છે, તે વાલા અમથી સહન ન થાય. જે એક પુત્ર થશે વહાલા અમને, તે પણ શીખ દઈશું તમને
ઢાલ-૬-8ી આટલું કહેતાં વહાલાં નવિ બોલ્યાં રે, હૈયું કઠણ કઠોર સુણો મુજ વાતડી રે, મેં જાણ્યું અથિર. સંસાર કઠણ સાસુજી કઠણ છો રે, કઠણ તમારી રે કુખ સુણો કઠણ નંણદી કઠણ છેરે, તારે વીરે દીધાં દુઃખ. સુણે, એવું સુણ જંબુ એમ ભણ્યા રે, સુણે એક કામણગારીનાર; સુણે એક કામિની રે, આ સંસાર છે અસાર, સુણે તુમ ચતુરાઈ છે અતિ ઘણી રે, મારું મોત દિવસ કે રાત સુણે એક કામની રે અમ ચતુરાઈનહિ એહ તણી રે, તેની અમને શી ખબર મુજ વાતડી રે મેં જાણ્યું અથિર સંસાર સુણો એવી કે લાહા થઈ રહી રે; ત્યાં તો આવ્યા પાંચસે ચેર; સુણે ધનના તે બાંયા ગાંસડા રે, ઉપર પ્રભવે છે એક ચોર. સુણે કાલે જંબુસ્વામી પરણીયા રે, પ્રભાતે લેશે સંજમ ભાર; સુણે ઘરને તે ઘણું તજી ગયા રે, પરધન લઈને શું કરીશ સુણે. એક. ધનનાં તે ગાંસડા પાછા મેલ્યા રે, પાંચસોને ઉપન્ય વૈરાગ. સુણો ત્યાંથી જંબુસ્વામી ઉઠીયા રે, રજા આપ આઠે નારા
સુણે એક આ સંસાર છે અસાર. સુક્ષેત્ર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org