SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ TAR KAFAFARRAR SEEHEHEHEBE就业班 આઠમાં અધ્યયનની સઝાય કાકા કાકaa કહે શ્રી ગુરૂ સાંભળો ચેલા રે, આચારજ એ પુણ્યના વેલા રે; છકકાય વિરોહણ ટાળે રે, ચિત્ત ચેખે ચારિત્ર પાળે છે. પૃથ્વી પાષાણ ન ભેદો રે, ફળફુલ પત્રાદિ ન છેદો રે; બીજ કુંપલ વન મત ફરજો રે, મુળ જીવ વિરાધનથી ડરજો રે. વળી અગ્નિ ન ભેટશે ભાઈ રે, પીજે પાણી ઉનું સદાઈ રે; મત વાવરો કાચું પાણું રે, એવી છે શ્રી વીરની વાણું રે. હિમ ધુઅર વડ ઉંબરા રે, ફળ કુંથુઆ કીડી નગરા રે. નીલ કુલ હરી અંકુર રે, ઇંડાલ એ આઠે પુરા રે. સ્નેહાદિક ભેદ જાણી રે, મત હણજે સૂમ પ્રાણી રે; પડિલેહી સવિ વાવર રે, ઉપકરણે પ્રમાદ મ કરજો રે. જયણાં એ ડગલાં ભરજે રે, વાટે ચાલતાં વાત મ કરજે રે મત જોતીષ નિમિત્ત પ્રકાશે રે, નિરખો મત નાચતમાસે રે. દીઠું અણ દીઠું કરજે રે, પાપ વ્યસન ન શ્રવણે ધરજો રે; અણ સુઝત આહાર તજજે રે, રાતે સન્નિધિ સવિ વરજે રે. બાવીશ પરિસહ સહેજે રે, દેહ દુઃખે ફળ સહેજે રે; અણુ પામે કાર્પષ્ય મકર રે, ત૫શ્રતનો મદ નવિ ધરજો રે. સ્તુતિ ગતિ સમતા ગ્રહો રે, દેશ કાળ જોઈને રહેજો રે; ગૃહસ્થ શું જાતિ સગાઈ રે, મત કાઢ મુનિવર કાંઈ રે. ન રમાડે ગૃહસ્થના બાળ રે, કરો કિયાની સંભાળ રે; - યંત્ર મંત્રને ઔષધને ભામો રે, મત કરજે કુગતિ ઠામે રે. ક્રોધે પ્રીતિ પૂર વળી જાય રે, વળી માને વિનય પલાય રે; માયા મિત્રાઈ નસાડે રે, સવિગુણ તે લેભ નસાડે રે. તે માટે કષાય એ ચારે રે, અનુક્રમે દમજે અણગાર રે; ઉપશમ શું કેવળ ભાવે રે, સરલાઈ સંતોષ સંભાવે રે. બ્રહ્મચારીને જાણજે નારી , જેસી પિોપટને માંજારી રે; તેણે પરિહરી તસ પ્રસંગ રે, નવ વાડ ધરો વળી ચંગ રે. રસ લુપ થઈ મત પિો રે, નિજ કાયા તપ કરીને શેષે રે; જાણે અથિર પુદગલ પિંડ રે, વ્રત પાળજે પંચ અખંડ રે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy