________________
[ ૮૩
પ્રાચીન સાય મહેદધિ ભાગ-૨
શસક ભશક સુકુમાલિકા રે, વાધે તે રૂપ વિવેક અનુક્રમે મોટા થયા રે, જ્ઞાનાદિ ગુણ સુવિશેષ છે. પ્રાણી સાધુ સમીપ દીક્ષા ગ્રહી રે, શસક ભશક સુકુમાર; પછી તેનું શું થયું રે, જુઓ કર્મ વિટંબ રે. પ્રાણી ગામ નગર પૂર વિચરતા રે, પાળે જિનવર આણ; તપ કરતા અતિ આકરાં રે; તોડે કર્મ નિદાન છે. પ્રાણી બાલિકા એક સુકુમાલિકા રે તેનું અનુપમ રૂપ; વિવરીને હું વર્ણવું રે, લેવા આવે ભૂ૫ રે. પ્રાણી ભ્રાતા દેય ચોકી કરે રે, મેલી કુળ આચાર; ઋતુ ઘરી ન ખમાવીયા રે, અઠ્ઠમ તપ અનુસાર રે પ્રાણી અંગોપાંગ હાલે નહિ રે, જીવ થયો અસરાળ; કંઠે તે કાંટા પડે રે, મરણ જાણ્યું સુકુમાળ રે. પ્રાણી મરણ જાણ મેલી ગયા રે, થઈ ઘડી એક જામ; શીતળ વા વાયરો રે, પ્રાણ સચેતન તામ રે. પ્રાણી ચાર દિશાએ એ વળી રે, વન મોટું વિકરાળ; નયણે તે આંસુ ઝરે રે, બેઠી પડતર છાંય રે. પ્રાણી
ઢાલ ૨ જી હવે એક સમયે આવ્યો પરદેશી, વેપારી વહેપાર રે; પાંચસે પિઠ ભરીને લાવ્યા સાર્થવાહ શિરદાર, જુઓ જુઓ જન્મ જરા જગ જરે, કર્મ ન મેલે કેડે. પિઠ ઉતારી સરોવર તીરે, ભર્યું ઘર ગંભીર રે; વડ તળે મેટી વાદળીની છાયા, તેમાં ભર્યા નીર. જુઓ, ઇંધણ પાણી જેવા સારૂ, ફરે અનુચર જોતા રે; બેઠી બાળા વનમાં દેખી, ત્યાં કને જઈ પતા રે. જુઓ, રે બાઈ તું એકલી વનમાં, ઈહાં કેમજ આવી રે; કહે બેની સાંભળ વીરા; કર્મ મુજને લાવી રે. જુઓ, અનુચરે જઈને સંભળાવીયું, સાર્થવાહની પાસે રે; મહાવનમાં એક નારી અનુપમ, બેઠી વડતરૂ છાંયે રે. જુઓ ઇ દ્રાણી ને અપછરા સરખી, રૂપા રૂપી ગાત્ર રે; કહો તે અહિંસા તેડી લાવું, જોયા સરખી પાત્ર છે. જુઓ. સાથે કહે તેડી લાવો, ઘડી ન લગાડો વિલંબ રે; અનુચર તેડીને લાવીયે , સાથે વાહની પાસ રે. જુઓ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org