________________
૩૦ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
માંસ પચાવી તે મૃગ તણું, ખાતા રાણ વખાણે ઘણું અવધિ નાણી દોય મુનિ જણ, તે દેખી મસ્તક ધુણતા. પૂછે રાણી મુનિને તીસે, સ્વામી મસ્તક ધુણે કી સે; સાધુ કહે કારણ છે ઇહાં, આવી સુણો અમે વસીએ જીહાં. તિહાં ગયા નૃપ રાણી મલી, મુનિ મુખ વાત સયલ સાંભળી; રાગી નરનું માંસ જ ભણે, જ્ઞાન વિના તમે નવિ એલખો. રાણી કહે રૂપસેન કુમાર, આગળ શું થાશે અવતાર; તવ બાલ્યા જ્ઞાની અણુગાર, સાતમે ભવ હાથી અવતાર. તુજ ઉપદેશે સમતા વરી, સમકિત પામી વ્રત આદરી; સહસ્ત્રારે તુજ સ્વામિ થશે, નરભવ પામી મેશે જાશે. ઈમ કહી મુનિ ઉપદેશ દીયે, સાંભળી દંપતી દીક્ષા જ લીએ; રાજ રૂષી ગુરૂ સાથે ગયા, સંયમ પાળી સુખીયા થયા. ગુરૂણ પાસે સુનંદા ભણે, અરિમિત્ર તૃણ મણ સરીખા ગણે; લયે આતાપના તાપે જઈ, અવધિજ્ઞાની સુનંદા થઈ. રૂપાસેન હસ્તી જહાં ફરે, સુનંદા તિહાં વસતિ કરે, એણે અવસર હસ્તી મદ ચઢ, કંચન પુર કેટે જઈ અડે. લોક કલાહલ કરતા ભમે, સુનંદા આવ્યા તેણે સમે; રાજા સુભટે ઘણું એ દયે, પણ સાધ્વી દેખી ઉપશો . સાવી કહે સુણ મત ગમાર, દુઃખના દહાડા તુજ સંભાર; રાગ વિલધે પામ્યા ઘાત, પાતકે તે કીધા સાત. રૂપસેન ગર્ભે ફણીધર વાયસ, હંસ હરણને અવતાર; સાતમે ભવે તમે હાથી થયા, ધર્મ વિના ભવ એળે ગયા. તે સુણતાં ગજ મૂછ લહી, જાતિ સ્મરણ તે પાપે સહી; લોક વચ્ચે ઉભે રહી રડ, સુનંદાને પાયે પડશે. સમકિત ગ્રત ગજ ધરતો જીહાં, લોક અચ્છેરૂ દેખે તિહાં; ગુરૂણ કહે નૃપને એ ખરો, સાધમી ગજ સેવા કરે. આદર કરી નૃપ તેડી ગયો, નેહ સુનંદાને સફલ કી; સુનંદા આનંદીત થયા એ, કેવલ પામી મેક્ષે ગયા. ખેટ મુનિ કહે રાજકુમાર, વિરાગ્ય રાગ તણી ગતિ ધાર; મુખ માની જે વિષય રમે, તે ભવ નાટક કરતા ભમે. માત પિતા બાંધવ નાર, સ્વારથીઓ સવિ સંસાર; આયુ જોબન લક્ષમી મલી, મેઘ ઘટ ચંચલ વિજલી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org