SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAF AFTA AFAFAREATURAT ANAKARA ============== ==================== FA kX EX. ANEKH ૧૩ શ્રી સુનંદા રૂપસેનની સઝાય RARAF ARARA - K INFasarixxxxxxxxxxxxxxxxxxxxxxxx E-EXE=HHEEXE======1RXxxxxxxxxxxx:x ખેટમુની કહે ધન્ય તમે સાર્ત જણાં, એક વયણે પ્રતિબોધ લહ્યો ન રહી મણું, શત ઉપદેશે પણ રાગીને યથાજો, લક્ષ રવિ ઉદયે, નવિ દેખે આંધળો. ૧ ગર્ભવાસ ગદ ત્રાસ જરા મરણાં કરે, પરભવ સૌખ્ય કિહાંથી અમૃત ઉખરે; જેમ ચકલો ચકલી તૃણ બિંદુએ આવીઆ, તું પી તું પી કહેતાં બેઉં મરણે ગયાં. ૨ નરનારીના રાગને નાગરે માંડવા, વાઘ ચિત્તર મંજાર ને મેલી જમાડવા વિષયી પ્રાણીયા ભવભવ દુઃખમાં પડે, વિષય રાગ નરભાવ હરી, પરભવમાં નડે. ૩ તન ધન જોબન આયુ, સમય જાતાં વહી, આખંડલ કોદંડ, અખંડે રહે નહિ, તિલકપૂરે કનકધ્વજ, રાણી યશોમતી, દો સુત ઉપર પુત્રી, સુનંદા રૂપે રતિ. ૪ લઘુ વયે ઘર ઉપર, ચઢી દેખે એક ઘરે, દોષ દઈ ગુણવંતીને પતિ તાડન કરે; નિર્દય નર લહી, માને કહી સખી મોકલી, કરે નથી વિવાહ, રહીશ હું એકલી. પ વલ્લભ સુખ નગણો, લઘુવય બાલા સહી, અનુભવજ્ઞાન વિના, જેમ ધ્યાન કરે નહિ, જોબન વય ફલીયા, તવ અધર કુસુમ હસ્યા, રતિએ રીસાવ્યા, કામદેવ અંગે વસ્યા. ૬ જઠર તણી ગુરતા, કુંચ કુંભે વસી જઈ, ચરણ તણું ચંચળતા, ચક્ષુ વચ્ચે ગઈ અભિનવ જોબન, વેલા મેલા ખેલતી, એક દિન મંદિર ઉપર, જઈ ફરતી હતી. ૭ ઇભ્ય વડે ધનવંત, સમીપે તિહાં વસે, ખેલ વસંત પ્રિયાશું અગાશે સુરત હસે, દેખી સુનંદા વિષય રૂચી કહે માતને, મુજ વિવાહ કરે, જણાવી નરરાયને. એક દિન ઘર સન્મુખ, તંબેલી દુકાન મેં, શેઠ વસુદત્ત રૂપસેન, લીયે જ્ઞાન મેં; લાગે નયણે નેહ, સખી હાથે દિયે, શ્લેક અર્થ લખી, પત્ર તે રૂપસેને લીયે. ૯ વાંચીને મન હરખી, અર્થ તેણે પૂરી, પાછો પત્ર લખીએ સુનંદાને દીયે; વાંચી હરખી આ તન મન વિકસાવતી, પત્ર પ્રીતમકર ફરસીત હૈડે દાખતી. ૧૦ દાસી મુખે કહે, નિત્ય ઇ ડાં તમે આવવું, તુમ મુખ દીઠા વિના, નવિ ભજન ભાવવું; સાંભળીને રૂપસેન ગયો જલમંદિરે, દિન પાંચ ઓચ્છવ છે, કૌમુદી ઢંઢેરે ફરે. ૧૧ અવસર પામી સુનંદા, તાસ જણાવતી, જે દિન વન ઓચ્છવ, નરનારી જાવતી; તે રાતે ઘર પાછળ પિયુ પધારો, બાંધશું દોર નિસરણી, તેણે ચઢી આવો. ૧૨ ચતુર વિચક્ષણ અવસર, નચિત્ત ન ચૂકશે, રંભા સમી મહિલા મલી, તેનવિ મૂકશે; અહો નિશ વાલમ ધ્યાન ધરૂં, રહી વેગળી મારા પ્રેમની વાત, તે જાણે કેવલી. ૧૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy