________________
૪૯૮ ]
પ્રાચીન સંભ ઝાય મહેદધિ ભાગ-૧ કિયા સારા ને કિયા નિષેધ, તેને ન જાણું ઉંડારથ ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દોષ ટાળજે માતા સરસ્વતી. તેમજ કેરો કહિશું સલોકે, એક ચિત્તથી સાંભળજે લોકે; રાણું શિવાદેવી સમુદ્ર રાજા, તાસ કુળ કરવા આવ્યા દિવાજા. ગર્ભે કાર્તિક વદ બારસે રહ્યા, નવ માસવાડા આઠ દિન થયા; પ્રભુજી જગ્યાની તારીખ જાણું, શ્રાવણ સુદિ પાંચમ ચિત્રા વખાણું. જમ્યા તણી તે નેબત વાગી, માતા-પિતાને કીધા વડભાગી; તરિયા તેરણ બાંધ્યા છે બાર, ભરી મુક્તાફળ વધાવે નાર અનુક્રમે પ્રભુજી મોટા રે થાય, કીડા કરવાને નેમજી જાય; સરખે સરખા છે સંગાતે હોરા, લટકે બહુ મુલા કલગી તેરા. રમત રમવા જાય છે તિહાં, દીઠી આયુધ શાળા છે જિહાં નેમ પૂછે છે સાંભળો ભ્રાત, આતે શું છે રે કહો તમે વાત. ત્યારે સરખા સહુ બાલ્યા ત્યાં વાણ, સાંભળજે નેમજી ચતુર સુજાણ; તમારો ભાઈ કૃષ્ણજી કહીએ, તેને બાંધવા આયુધ જોઈએ. શંખ ચક્ર ને ગદા એ નામ, બીજે બાંધવ ઘાલે નહિ હામ; એહ બીજે કઈ બળી જે થાય, આવા આયુધ તેને બંધાય. નેમ કહે છે ઘાલુ હું હામ, એમાં ભારે શું મોટું છે કામ; એવું કહીને શંખ જ લીધે, પોતે વગાડી નાદ જ કીધે. તે ટાણે થયો મહોટે ડમડલ, સાયરનાં નીર ચડ્યાં કલોલ; પરવતની ટુંકે પડવાને લાગી, હાથી ઘોડા તો જાય છે ભાગી. જબકી નારીઓ નવ લાગી વાર, તુટયા નવસેરા મોતીના હાર; ધરા ધરૂજી ને મેઘ ગડગડીયે, મોટી ઇમારત તુટીને પડીયો. સહુનાં કાળજા ફરવા લાગ્યાં, સ્ત્રી અને પુરૂષ જાય છે ભાગ્યા; કૃષ્ણ બળભદ્ર કરે છે વાત, ભાઈ ો થયો આ તે ઉપાત. શંખનાદ તે બીજે નવ થાય, એહો બળિયો તે કણ કહેવાય કાઢો ખબર આ તે શું થયું, ભાગ્યું નગર કે કઈ ઉગરીયું. તે ટાણે કૃષ્ણ પામ્યા વધાઈ, એ તો તમારો નેમજી ભાઈ કૃષ્ણ પૂછે છે તેમને વાત, ભાઈ ચો કીધે આ તે ઉત્પાત. નેમજી કહે સાંભળે હરિ, મેં તે અમસ્તી રમત કરી, અતુલ બળ દીઠું નાનુડે વેશે, કૃષ્ણજી જાણે એ રાજને લેશે. ત્યારે વિચાર્યુ દેવ મેરારી, એને પરણવું સુંદર નારી; ત્યારે બળ એનું ઓછું જે થાય, તે તે આપણે અહિ રહેવાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org