________________
૧૯
૨૦
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
એવો વિચાર કરી મનમાં આણી, તેથા લક્ષમીજી આદે પટરાણી; જળ કિડા કરવા તમે સહુ જાઓ, તેમને તમે વિવાહ મના. ચાલી પટરાણી સરવે સાજે, ચાલ દેવરીયા હોવાને કાજે; જળકીડા કરતાં બેલ્યા રૂફમણી, દેવરીયા પરણાવે છબીલી રાણી. વાંઢા નવ રહીએ દેવર નગીના, લા દેરાણી રંગના ભીના; નારી વિના તે દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું પરણ્યા વિના તે કેમ જ ચાલે, કરી લટકે ઘરમાં કોણ માલે; ચુ ફુકશો પાણીને ગળશે, વહેલા મેડાં તે ભજન કરશે. બારણે જાશો અટકાવી તાળું, આવી અસુરા કરશે વાળું; દીવા બત્તીને કોણ જ કરશે, લીંપ્યા વિના તે ઉકેડા વળશે. વાસણ ઉપર તે નહિ આવે તેજ, કણ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુઓ ખાખરો ખાશો, દેવતા લેવા સાંજરે જાશે. મનની વાત તે કેને કહેવાશે, તે દિન નારીને ઓરતે થાશે, પર આવીને પાછા જાશે, દેશ વિદેશ વાતુ બહુ થાશે. મોટાના છોરૂ નાનેથી વરીયા, મહારૂ કહ્યું તે માને દેવરીયા, ત્યારે સત્યભામા બોલ્યા ત્યાં વાણ, સાંભલો દેવરીયા ચતુર સુજાણ. ભાભીનો ભરોસો નાશને જાશે, પરણ્યા વિના કેણ પિતાની થાશે; પહેરી એાઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તે તમને કરશે. ઉંચા મન ભાભી કેરા કેમ સહેશો,
સુખ દુઃખની વાત કેણ આગળ કહેશે; માટે પરણીને પાતળીયા રાણી, હું તે નહિ આપું ન્હાવાને પાણી. વાંઢા દેવરને વિશ્વાસે રહિયે, સગાં વહાલામાં હલકાં થઈએ; પરણ્યા વિના તે સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કેણ જાશે. ગણેશ વધાવવા કોને મેકલશે, તમે જોશો તે શી રીતે ખલશે; દેરાણું કે પાડ જાણશું, છોરૂ થાશે તે વિવાહ માણશું. માટે દેવરીયા દેરાણી લાવે, અમ ઉપર નથી તમારે દાવે; ત્યારે રાધિકા આરા આવી, બેલ્યા વચન તો મેઢું મલકાવી. શી શી વાત કરો છો સખી, નારી પરણવી રમત નથી; કાયર પુરૂષનું નથી એ કામ, વાવરવા જોઈએ ઝાઝેરા દામ, ઝાંઝર નુપુર ને ઝીણું જવમાલા, અણઘટ વીંછુઆ ઘાટે રૂપાળા; પગપાને ઝાઝી ઘુઘરીઓ જોઈએ, માટે સાંકળે ઘુઘરા સેહીએ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org