________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
હીર ચીર અવલ પિતાંબર રે, રંગરંગીલા શણગાર રે; લિયે રે લહાવે મારા નાનડા રે, ફરી ફરી નથી મળનાર છે. સંયમ, ૮ હીર ચીર અવલને શું કરું રે, શૃંગાર અંગાર સમાન રે; પર પુદગળમાં રાચું નહિ રે, રાચે અજ્ઞાની નાદાન રે. અનુ. ૯ મૃગરે નયની ને ગજગામિની રે, રતિ સમ તારે આઠે નાર રે; છતી મળી છે તેને કેમ તજે રે, ભેગો ભોગ ઉદાર રે. સંયમ, ૧૦ દુર્ગધ ભરેલી નારી દેહડી રે, ખાળકુંડીની સમાન રે, અશુચિ વહે છે દ્વાર બારથી રે, રાચું કેમ થઈ હું જાણું રે? અનુ. ૧૧ સ્વજન સંબંધી ઘણા તાહરે રે, તેમ પરિજનને નહિ પાર રે, અમારે અમારે તને સહ કહે રે, તે કેમ તજ હિતકાર રે. સંયમ ૧૨ સગાઓ સ્વાથી છે સંસારમાં રે, સ્વાર્થ સર્યો નાસી જાય રે, કર્મ ઉદય આવ્યા જીવને રે, ભાગી કેઈ નવી થાય છે. અમે વહાલા જીવીએ જ્યાં લગે રે, કરવી ન દીક્ષાની વાત રે, વંશ વધ્યાં ભુક્ત ભોગી પછે રે, સંયમ લેજે સુજાત રે. સંચમ ૧૪ ઘડી રે ભરોસો નહી દેહનો રે, પહેલાં પછી કોણ જાય રે; કાળ રે ભમે છે શિર ઉપરે રે, ધાયું કોઈનું નવિ થાય છે. અનુ. ૧૫ અંતરાય મુજને માતા મત કરો રે, ક્ષણ લાખેણી મારી જાય રે; અસાર સંસારે હું કેમ રહું રે ? જિહાં નિત્ય કર્મ બંધાય છે.
અંતરાય મુજને કોઈ મત કરે છે. સંયમ, માત કહે રે સુત સાંભળો રે, ચારિત્ર છે ખાંડાની ધાર રે; પરિસહ સહેવા અતિ આકરા રે, વિકટ વળી કરવા વિહાર રે, સંયમ, ૧૭ ઘણું દુખ નરક નિગદનાં રે, મેં સહ્યાં અનંતી વાર રે; તે દુ:ખ આગે તે વ્રત દુઃખ નહિ રે, ભવિ સુખ કરનાર રે. અંત. ૧૮ કેમળ કાયા છે વચ્છ તાહરી રે, સહેવાશે કેમ તરસ ભૂખ રે ? દારૂણ લચનું કષ્ટ જિને કહ્યું રે, તેમ શીત તાપનાં દુઃખ રે. સંયમ, મન દતાં કરી વિચરશું રે, કરી તન મમતાને દૂર રે; અનાદિ કાયરતા છેડી કરી રે, પાળીશ વ્રત થઈ શૂર રે. અંત આઠે પ્રિયા મલી એમ વિનવે રે, વહાલા મૂકે કેમ નિરાધાર રે, આપને આત્મા અમચા અપીયા રે, અમને આપને આધાર રે;
સંયમ મત લેજે મારા વાલહા રે. - ૨૧ જંબૂ કહે રે ભામિનીઓ પ્રત્યે રે, મેં જાણે અસ્થિર સંસાર રે; સાચું જે સગપણ તમે લેખ રે, તે લ્યો સંયમ અમ લાર રે. અંત ૨૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org