________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
t.૦૫
ભગીની ભગીની પતી ભણી, આવ્યા તે મિલવાને હેત રે; એક દિન ગણધર વાંદવા પહત્યા, તે સયલ સમેત રે. ભવ પાછલા દઢ નૃપતિનાં, શ્રી દેવી અંગજ હોય રે, ઉદ્યાને રમવા ગયા, ચારણ મુનિ મલ્યા દોય રે. ધર્મ સુણી ઘેર આવતાં, વીજળી વિદને લહ્યા અંત રે; શુભ ધ્યાને મરી સાતે હુઆ, સૌધર્મે સુરવર કંત રે. તિહાંથી ચવી તમે નિપન્યા, સંપ્રતિ સંબંધી સાત રે, જાતિ સ્મરણ પામીયા, નિસુણ પૂરવ અવદાત. 'તન ઘર બન જીવીત એ, ચપલા પરે ચલ ભાવ રે; તિહાં સ્થિર અનવર ધર્મ છે, ભવ જલધી તારણ વડનાવરે. તિહાંકને સંયમ આદર્યો, સવિ હુઆ આણી મન સ્નેહ રે; શમ દમ સુધા સંયમી, ગુણવંતા મુનિવર તેહ રે. માસક્ષમણ અભિગ્રહ ધરી, વદ્યા સીમંધર સ્વામી રે; વિચરે જીનવર સાથશું, શ્રતધર થયાં તે અભિરામ રે. કેવળ લહી શીવ પામશે, કરી આઠ કર્મોને અંત રે; અહો નિશી તે આરાધીએ, જ્ઞાન વિમળ મહદય વંત રે.
FAKARAKARAR AFAFAR ARAKARAKARARAKARAR
================== =====+========
KAKARA KARA
આત્મજ્ઞાનની સઝાય
E
EHENEW业EFIEEEEE
RR
RA
શી કહું કથની મારી વીર, શી કહું કથની મારી; જન્મ પહેલા મેં આપની પાસે, કીધા કોલ કરાર; અનંત જન્મનાં કર્મ મિટાવા, મનુષ્ય જન્મ મેં દિલધારી. શી. ૧ સંસાર વાયરા લહેર થકી હું, વિસર્ચે આજ્ઞા તુમારી, બાળ પણામાં રહે અજ્ઞાની, મનુષ્ય જન્મ ગયે હારી. શી. ૨ યૌવન વયમાં વિષય વિકારી, રાચી રહ્યો દિલધારી; ધર્મ ન પામ્યા ધર્મની સાથે, ધર્મ ને મે વિસારી. શી. ૩ જોત જોતામાં ઘડપણ આવ્યું, શક્તિ ગઈ સહુ મારી; ધન દોલતની આશાએ વળગ્યો, જાયે મનુષ્ય ભવ હારી. શી. ૪ ભરત ભૂમિ મેં પંચમ કાળે, નહી કઈ કેવળ ધારી; સંદેહ સઘળાં કોણ નિવારે, મન મુંઝાય છે મારૂં. શા. ૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org