________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
માતા અનુમતિ આપો, ભાવે સંજમ લેશું રે; નાણ ને ચરણ સાધી, શિવ સુખ વરશું રે. ધન્ય ઘરણ આઠ પારણું બેટા, હાંશ પૂરો મારી રે; પછી સંયમ સુખે લેજે, કુલ અજવાળી રે. ધન્ય માતા વયણે પરણું ઘરણ, જાણી ગુણખાણી રે; પ્રિતમ આગે ઊભી પ્યારી, મીઠી જેહની વાણું રે. ધન્ય જંબૂ કહે નારી પ્રત્યે, સંયમ શું મુજ ભાવે રે; સંસારમાં સુખ નથી, અસ્થિર બનાવે છે. ધન્ય કરજેડી કહે નારી, પ્રાણના આધાર રે, એમ કેમ છોડી જાશો, અમને નિરાધાર રે. ધન્ય પરણીને શું પરિહર, હાથનો સંબંધ રે; પાછળથી પસ્તાવો થાશે, મન હશે મંદ રે. ધન્યત્ર જુઠી કાયા જુઠી માયા, જુઠમેં ભરમાયા રે; બહુકાલ ભેગ કીધા, તોયે તૃપ્તિ ન પાયા રે. ધન્યવ સડી જાશેપડી જાશે, વનમાં થાશે વાસ રે, માટીમાં તન મલી જાશે, ઉપર ઉગશે ઘાસ રે. ધન્ય આઠે નારી બુઝવીને, વળી માત ને તાત રે, સાસુ સસરા સાથે બુઢ્યા, બાંધી ધર્મ ધ્વજ રે. ધન્ય. પાંચશે ચોરોની સંગે, પ્રભજી આવ્યા રે, તેને પણ પ્રતિબંધી, ગ્રત મન ભાવ્યા રે. ધન્ય પાંચશો સત્યાવીશ સાથે, ભાવે સંયમ લીધું રે, સુધર્મા સ્વામીની સંગે, સહુનું કારજ સીધું રે. ધન્ય થયા બાળ બ્રાચારી, વાંછી નહી નારી રે; ચરમ કેવળી ઈણ વીશી, પામ્યા ભવપારી રે. ધન્ય તત્ત્વ સિદ્ધિ અંક ઈહું, ગુણ ગુણ ગાયા રે; વિનય વિજય નિત્ય વંદે, જેણે છોડી માયા રે. ધન્ય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org