________________
[ ૨૪૭
પ્રાચીન સાય મહોદધિ ભાગ-૧
કુબરભાઈ મ્યું જુ રમી હાર્યો રે, રમતાં ન રહિ કેહનો વાર્યો રે; ૌમી સાથે નળ વની આવે રે, કરમે સહુએ સુખ દુઃખ પાવે રે. વ્યસની ઉત્તમ પણ નર ચૂકે રે, સુતી અબળા વનમાંહી મૂકે રે; જાગી જે પતિ નવિ દેખે રે, તવ દુઃખ પામે નારી અલેખે રે. વનફળ લેવા પીઉ ગયો વનમાં રે, જાણે કામિની એવું મનમાં રે; પિય રૂ૫ દેખી કે વન દેવી રે, લેઈ ગઈ ચિંતે વાત તે એહવી રે. જાણ્યું પીઉડો મૂકી ચાલ્યો રે, વિરહે વાલો હીચડે સા રે, માહરા મેહને સ્યુ કીધું, રે, મુજને છાંડી બહુ દુઃખ દીધું છે. અબળા સાથે જોર ન કીજે રે, સુણી સુણી સાજન છેહ ન દીજે રે, દક્ષિણ કરતણી દીધી વાચરે, છાંડી તવ તે કિમ હુ સાચ રે; દઈ દઈ દરિસન દુઃખન ખમાયે રે, તુજ વિણ વાલિમદિનકિમ જાયે રે; રોતી રોતી હિંડે ફરતી રે, મા દયે તે પેલું ધરતી રે; ઈમ વિલવંતા પિઉ નવિ દીઠા રે, હૈયે હોયડા કાં થયો ધીઠે રે; વલભ વિરહ કાં નવિ ફાટે રે, કિમ દુઃખ દેખીશ તું પિઉ માટે રે. ગિરિ ઝરણ જિમ આંસુ નીર રે, લુહે અબળા લઈ ચીર રે ચીરે લખીયા અક્ષર વાંચે છે, પિઉના લખીયા માટે રાચે રે. અક્ષર પીઉના વાંચી રે, પીયર વાટે તવ તે હાલે રે, વાટે સારથપતિ એક મલિયા રે, ચેરતણે ભય તેહને ટળીયો રે. તિહાંથી ચાલે અબળા બાળા રે, પર્વત દીઠ બહુ વંસ જાળી રે, સાત વરસ તિહાં શાંતિ નિણંદ રે, પૂજે પ્રતિમા મન આણંદ રે. તિહાંથી માસીને ઘરે આવે છે, જાણી તે તવ ભીમ તેડાવે રે; તાત તણે ધરી પૂર્ણ પ્રભાવે રે, નિજપતિ મિલો બહુ સુખ પાવે રે. કુબર છતી રાજ તે પાળે રે, સકલ પ્રજાના સહુ દુઃખ ટાળે રે; નળ દમયંતી છાંડી ભેગ રે, સદ્દગુરૂ પાસે લીધો યોગ . તપ જપ સંયમ બહુલાં કીધાં રે, દેવતણું સુખ તાણી લીધાં રે; તપગચ્છ ઉદયાચલવર સુર રે, દિન દિન ચઢતે જેહને નુર રે. શ્રી વિજય દેવસૂરિ શણગાર રે, નિત નિત નામે જય જયકાર રે. શાંતિચંદ્રગુરુ ગુણધામ રે, શિષ્ય અમરત તસ નિત્ય જંપે નામ રે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org