________________
૨૨૮ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧ છબીલા છત્ર ધરાવતા રે, ચાઈ દીસી ફરતી ફેજ; તે નર જગલમાં એકલા રે, જેવા વનચર છે. જમતાં કેઈએ નહી જાણીએ, મરતા નહી કે રોનાર મહા અટવીમાં એકલા રે, પડીયા પાડે પોકાર. એક નજર કરી સાહિબા રે, તારો ભવજલ પાર; મુક્તિ વિજય કવિરાયન, કમલ વિજય ગુણગાય.
KAKAFAFAFAKKARAKARAF ART AF ARE ARAK
૧૪૮ મેતારજમુનિની સઝાય
Fxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
શમદમ ગુણના આગરૂજી, પંચ મહાવ્રત ધાર; માસ ખમણને પારણેજી, રાજગૃહી નગરી મઝાર; મેતારજ મુનિવર ! ધન ધન તુમ અવતાર. સોનીના ઘરે આવીયાજી, મેતારજ ઋષીરાય; જવલા ઘડતે ઉઠીજી, વંદે મુનિવર પાય. મેતારજ આજ ફળ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર; યે ભિક્ષા છે સુઝતીજી, મોદક તણે એ આહાર. મેતારજ ક્રૌંચ જીવ જવલા આજ, વહેરી વળ્યા ઋષીરાય; એની મન શંકા થઈજી, સાધુ તણું એ કામ. મેતારજો રીસ કરી ઋષિને કહેજ, ઘ જવલા મુજ આજ; વાધર શીશે વટીયુંજી, તડકે રાખ્યા મુનિરાજ. મેતારજ ફટ ફટ ફુટે હાડકાંજી, તડ તડ ત્રુટે રે ચામ; સોનીડે પરિસહ દીજી, મુનિ રાખ્યું મન ઠામ. મેતારજે એહવા પણ મેટા યતિજી, મન ન આણે રોષ; આતમ નિંદે આપણોજી, સેનીનો શો દોષ. મેતારજ ગજસુકુમાલ સંતાપીયાજી, બાંધી માટીની પાળ ખેર અંગારા શિર ધર્યાજી, મુગતે ગયા તતકાળ. મેતારજો વાઘણે શરીર વલુરીયું, સાધુ સુકોશલ સાર; કેવલ લહી મુગતે ગયાજી, ઈમ અરણીક અણગાર. મેતારજ0 પાલક પાપી પીલીયાજી, ખંધક સૂરિના શિષ્ય અંબડ ચેલા સાતસેંજી, નમે નમો તે નિશદિશ. મેતારજ. ૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org