________________
[ રાહ
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
કુંભ કાચ ને કાયા કારમી, તેહના કરે રે જતન વિણસતાં વાર લાગે નહિં, નિર્મળ રાખે રે મન. ભૂલ્યા કેહનાં છોરૂ કેહનાં વાછડું, કેહના માય ને બાપ; પ્રાણ રે જાવું છે એકલું, સાથે પૂન્ય ને પાપ. ભૂલ્યો, આશા તે ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ; ધન સંચી સંચી રે કાંઈ કરે, કરી દેવાની વેઠ. ભૂલ્ય ઘધે કરી ધન જેડીઉં, લાખ ઉપર કોડ; મરણની વેલા રે માનવી, લીયે કંદોરો છોડ. ભૂ૦ મૂર્ખ કહે ધન માહરૂ, ધોખે ધાન ન ખાય; વસ્ત્ર વિના જઈ પોઢવું, લખપતિ લાકડાં માંય. ભૂલ્યા. ભવસાગર દુઃખ જલે ભર્યો, હવે તરવો છે રે તેહ; વચમાં ભય સબળ થયે, કમ વાયરો ને મહ. ભૂલ્યા લાખ પતિ છત્ર પતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ ગર્વ કરી ગોખે બેસતાં, સર્વ થયા બળી રાખ. ભૂલ્ય ધમણ કુડતી રે રહી ગઈ, મુજ ગઈ લાલ અંગાર; એ રણકે કબક મીટ્ર, ઉઠ ચલ્યા રે લુહાર. ભૂલ્યો ઉવટ મારગ ચાલવું, જાવું પહેલે રે પાર; આગળ હાટ ન વાણુ, શંબલ લેજે રે સાર. ભૂલ્યો, પરદેશી પરદેશ મેં, કુણશું કરો ? નેહ, આવ્યા કાગળ ઉઠ ચલ્યા, ન ગણે આંધિ ને મેહ. ભૂલ્યા કેઈ ચાલ્યા રે કઈ ચાલશે, કેઈ ચાલણહાર; કેઈ બેરે બુઢા બાપડા, જાયે નરક મઝાર. ભૂલ્યો જે ઘર નેબત વાગતી, થાતાં છત્રીશે રાગ; ખંડેર જઈ ખાલી પડયા, બેઠણ લાગ્યા છે કાગ. ભૂલ્યો, ભમરે આવ્યો રે કમલમાં, લેવા પરિમલ પૂર; કમળની વાંછા એ માંહે રહ્યો, જબ આથમતે સૂર. ભૂલ્યો રાતને ભૂલ્યા રે માનવી, દિવસે મારગ આય; દિવસનો ભૂલે રે માનવી, ફિર ગોથાં ખાય. ભૂલ્યા સદગુરૂ કહે વસ્તુ વોરીયે, જે કાંઈ આવે રે સાથ; આપણો લાભ જગાવીએ, લેખું સાહિબને હાથ, ભૂલ્યો,
ભા૦
૧૬
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org