________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ સામી મેડી રે ઉજળી, લટકે હિંડોળા ખાટ; શ્રાવક કેરી રે બેટડી, ઢોળતી વીંઝણે વાય. દેખી ૧૨ સેલ વરસની સુંદરી, માદક લહેરાવે સાર; ' -
લ્યો તે કહે છે લેતાં નથી, ધન્ય મુનિ અવતાર. દેખી.૧૩ એલાચી દોરથી ઉતર્યો, ચરણે સાધુને જાય છે ? બે કર જોડી ઉભો રહ્યો, ગુરૂ મને દીક્ષા રે આપ. કરમ૦ ૧૪ તું હતું શ્રાવકને દીકરો, ધનને ન હતો કંઈ પાર; તે સર્વ મેલીને નટ થયે, તારો નથી રે વિશ્વાસ.
કરમ ન છૂટે રે પ્રાણાયા. ૧૫ ધિક્ ધિક નિયમ હાથે ધરૂં લઉં હું કોડ દેવતાની આણ સાચા સમ હું ખાઈ લહું, મારે રાખો વિશ્વાસ. કરમ૦ ૧૬ જામે ઉતાર્યો સુવર્ણન, કેડે કંદોરો સાથ; વેઢ વીંટી ને વાંકડા, આપ્યા વિપ્રને દાન. કરમ. ૧૭ હાથમાં ઝાલી રે મુહપત્તિ, ઝાલી એ સંગાથ પીળાં કપડાં અંગે ધર્યા, લીધે સાધુનો વેષ: કરમ૦ ૧૮ પાલવ ઝાલ્યો રે પિયુ તણે, પિયુ મને મુકી કાં જાવ, આ ભવ થાઉં એલાયચી તણી, બીજા બાંધવ ને તાત. કરમ. ૧૯ તું નથી શ્રાવકની દીકરી, તું છે નટ કુમારી; સંયમ પંચે ઘણું આકરાં, વ્રત છે ખાંડાની ધાર. કરમ૨૦ તમે હતા શ્રાવકના દિકરા, ધનને ન હતે પાર તે સર્વ મેલીને નટ થયા, વ્રત પામ્યા રસાળ. કરમ૦ ૨૧ ચંપક વણ રે ચુંદડી, તારા અંગેથી ઉતાર; ચાતક જેવડે રે ચોટલ, ચૂંટે પોતાને હાથ. કરમ. ૨૨ હાથમાં ઝાલી રે મુહપત્તિ, ઝાલ્યો ઓછો સંગાથ; પીળા કપડાં અંગે ધર્યા, લીધે સાદવને પંથ. કરમ૦ ૨૩ રાજા ગોખેથી ઉતર્યા, ચરણે સાધુને જાય; બે કરજોડી ઉભો રહી, ગુરૂ મને દીક્ષા રે આપ. કરમ હાથમાં ઝાલી રે મુહપત્તિ, ઝાલ્યો એ સંગાથ પીળા કપડાં અંગે ધર્યા, લીધે સાધુનો વેશ. કરમ૦ ૨૫ રાણી મહેલેથી ઉતર્યા, ચરણે સાધુને જાય; બે કર જોડી ઉભી રહી, ગુરૂ મને દીક્ષા રે આપ. કરમ. ૨૬ હાથમાં ઝાલી રે મુહપત્તિ, ઝાલ્ય ઓઘો સંગાથ; પીળા કપડાં અંગે ધર્યા, લીધે સાવીને વેષ. કરમ૦ ૨૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org