________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧.
[ ૧૬૯
તસ લઘુ પુત્ર રસાળ, નામે ગજ સુકુમાલ; આજ હો. માતપિતાને વહાલો પ્રાણુથી જી. એક દિન નેમિ નિણંદ, સાથે સુરનર વૃંદ; આજ હ. શીવ સુખદાયક સ્વામી સમે સર્યાજી. વંદન કાજ કુમાર; આવે પ્રેમ અપાર; આજ હ. અમિય સમાણુ વાણી સાંભળીજી. પામ્યો મન વૈરાગ, ચારિત્ર ઉપરી રાગ; આજ . દોય કર જોડી માતને વિનવેજી. જિન વચનામૃત પાન; કીધે સુખ નિધાન; આજ હ. મેહ સૂરાને મદ તે મુજ ઉતર્યો છે. જાણ્યો અથીર સંસાર; લેશું સંજમ ભાર; આજ હે. માતા મયા કરી અનુમતિ આપશે. વચન અપૂરવ જેહ; શ્રવણ ન સુણે એહ; આજ છે. જળ ભરી નયણે બાલે દેવકીજી. સુણ વત્સ તું લઘુ વેશ; હું કીમ દેઉં આદેશ આજ હે. સંયમ અસિધારા ઉપરી ચાલવજી. તે પુત્ર નવ લે દીખ, માંગી સદગુરુ શીખ; આજ હો. ઘર ઘર ભમ ફરી દોહિલો છે. કુસુમ સેજ મઝાર, તુજ નાવે નિંદ લગાર; આજ હે. સંજમરે સંથારે સુખ કીમ પામશોજી. સાલી દાલી છૂત ગેલ, પરિહર બેલ; આજ હે. આહાર તે કરે છે તિહાંજી કાચલી જી. પી નીર સમીર, સહ દુઃખ શરીર; આજ હે. સુતરે તરો સાયર દોહીલેછે. બાઉલ દેવી બાથ, લેહ શણું લેઈ હાથ; આજ હ. મણને દાંતે ચાવવા દહીલાજી. તિમ એ સંયમભાર, દોહીલે છે નિરધાર; આજ હો. એહવું જાણીને ઘરે સુખ ભેગાજી. વળતે અકલ અબીલ, વચન વદે થઈ સિંહ આછ હો. કાયરના હઈડા કંપે ઈમ સુણીજી. તુમ અંગજ શર, પાળી સંયમ પૂર; આજ હ. મેહ મહી પતિ જીવી જય વરૂ જી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org