________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ પાંચમે કુડયંતર અંતરે, શીલવંત રહેવું નવિ કરે; જિહાં સુણીયે સ્વર કંકણ તણે, હાવભાવ અને અતિ ઘણો. ૧૦ અગ્નિ કને કે ઈ મેલે લાખ, તેહ બળીને થાયે રાખ; હાંસુ રૂદન સુણતાં મન જાય; શીયળ રંગ નિચે ચળ થાય. પૂરવ કીડા નવિ સંભારીયે, છઠ્ઠી વાડ સદા પાલીયે; સંકલ્પ વિકલ્પ ન કરો કિમે, જીમ સંસારમાંહી નવિ ભમે. ભારી આગ ઉપર તત્કાલ, પૂળ મૂકે ઉઠે ઝાળ; ખાધું પીધું વિલણ્યું રમ્યું, સંભારે તે શીયલ જ ગયું. સાતમી વાડ હવે મન ધરો, વિગઈ લેવાને અહ૫ જ કરે; સરસ આહારે ઉપજે કામ; કેમ રહે ચિત્ત આપણું ઠામ. સન્નિપાતીને ઘી કેઈ પાય; જિમ સન્નિપાત ઘણેરો થાય; તિમ બ્રહ્મચારી સરસું જમે, સૂતો સુહણે શીયલ જ ગમે. નવિ કરવો અતિ માત્ર આહાર, આહારે વધે નિંદ અપાર; નિંદ્રામાં કવિ કપે ચડે, આઠમી વાડ થકી ખભલે. શેરની હાંડી બશેર ખીચડી, એરે તે ફાટે તેલડી; તિમ બ્રહ્મચારી જમે અતિ માત્ર, શીયલ ગલે ને વિણસે ગાત્ર ચૂંઆ ચંદન કુસુમ કપુર સરસાં મેલ પરિમલ પૂર વેઢ વટી બહુ વેષ સંભાર; શીલવંત ન કરે શણગાર. દાલિટ્રી કર ચડીઓ રતન, ઈ પખાલી કરે જતન; જણ જણને દેખાડે જાય, ઉલાલી લીધું તવ રાય. તિમ બ્રહ્મચારી દેહ જ ધોય, સ્ત્રીને દેખી વહાલો હોય; જિહાં દેખે તિહાં કરે અભિલાષ, હોયે ખંડણ લાજ ને શાખ. ઉપવાસ ઉણોદરી તપ જે કરે, શીયલ વ્રત સાચે મન ધરે, મુખને મૂકે સયલ સવાદ, ગત વાતને ન સુણે નાદ. એકલો એકલી સ્ત્રીશું વાત ન કરે નવિ જાયે સંઘાત; વાત કરંતા મન તસ ચળે, તપ જપ સંજમ હેલે ગળે. દય પુરૂષ ન સુએ એકત્ર, ઈણ પેરે રાખે શિયલ પવિત્ર છ વરસ હુઆ છ માસ, પિતા ને પોઢે પુત્રી પાસ. સાત વરસનો પુત્ર જ થાય, તેહની પાસે ન સૂએ માય; સઘલા જીનની એહી જ ભાષ, બે ઇંદ્રિય બેલ્યા નવ લાખ. પંચેન્દ્રિ નવ લાખ પ્રમાણુ, મનુષ્ય સમુચ્છિમ અસંખ્ય જાણ; એહવી હિંસા ભેગી કરે, પાપે પિંડ સદા તે ભરે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org