________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
ઘરઘર ઘોડા હાથીયાજી, ઘર ઘરેણી ઘર રંગ; શીયલે મંગલ માલિકાજી, જલથલ જગમ ચંગ. સુણો, મોટા મંદિર માળીયાજી, બેઠા બંધવ જોડ; જય જયકાર કરે સહુજી, ઘન કણ કંચન કેડ. સુણે શીયલે સભાગી શિરેજી, શ્રી વિજયદેવ સૂરદ; તપગચ્છ રાય પ્રશંસીજી, કમલ વિજય ગદ. સુણે, એ બત્રીશી શીયલ તણીજી, સુણી સેવે જેહ શીલ; ગુણ વિજય વાચક ભણેજી; તે લહેશે નિત્ય લીલ. સુણે
FURAT AFAFARRARATTAXATORARAKANAR EHEEWHEEWEETHEHE比JEEWHEEWE
KARAFF ARA
HARAR
૧૦૫ 8 શીયલની નવ વાડની સજઝાય ,
=====================================
પ્રણમું ભાવે શારદા માય, ગૌતમ ગણધર પ્રણમી પાય; શિયલ તણી વાડી નવ ધરો, જિમ ભવસાયર હેલાં તરો. પહેલી વાડ વસતીની ભણી, સદગુરૂ પાસ થકી એમ સુણી; પશુ પંડગ નારી જિહાં નહિ, સેવ ઉપાશ્રય એહ સહી. ઉંદર મંજારીથી વિશ્વાસ, કરતાં પામે મરણને ત્રાસ; તિમ બ્રહ્મચારી નારી સંગ, કરતાં ન રહે શીયલ અભંગ. બીજી વાડે સ્ત્રીની કથા, શીલવંત નર ન કરે તથા; વિકથા પાપતણું છે મૂળ, છાંડો ત્રિવિધ વિવિધ પ્રતિકૂળ. લીબુ દીઠે દાઢ જિમ ગળે, તિમ સ્ત્રી વાતે શીયળથી ચલે, રૂપ શણગાર વખાણે વદન, બિહું ને હૃદય દીપાવે મદન. ત્રીજી વાડ છે શય્યા તણી, આસન શયન પાટલા ભણી; સ્ત્રી બેસી બિહું ઘડી લગે તામ, શીલવંત ન કરે વિશ્રામ; કણકનો વાંક જાય કોળા ગંધ, પછે કિમે નવિ થાયે તસ બંધ તિમ સ્ત્રી આસન બેસે જેહ, શીયલ રત્ન ગુમાવે તેહ. ચોથી વાડે નયણે નયણું, ઇંદ્રિય નવિ નિરખે તે સયણ; જે નિરખે શાલ ભંજે સહી, એહ વાત અરિહતે કહી. સૂરજ સામું વલી વલી જોય, ચક્ષુહીન તે માનવ હોય; તિમ નિરખે જે સ્ત્રીનું અંગ, તિમતિમ દીપે અંગ અનંગ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org