________________
અને અય મહોદધિ ભાગ-૧
- ૧પ૭
જીવ જઘન્ય તિહાં રહે, મુહુરત પરિમાણ; બાર વરસની સ્થિતિ તિહાં, ઉત્કૃષ્ટી જાણ. તિણે ગરબે કોઈ જીવડે, ઈમ કહે જગદીશ ફરી આવે તે રહે, સંવત્સર જેવીશ. મહિલા વરસ પંચાવને, કહીયે નિબજ; પંચોતેર વરસ પછે, થાય પુરૂષ અ બીજ. જમણી કુખે નર વસે, તિમ ડાબે નાર; વચ્ચે નપુંસક જાણીએ, જિન વચને વિચાર. હવે સામાન્ય પણે ઈહાં, આ ગર્ભા વાસ; સાત દિવસ ઉપર રહે, નર ગતિ નવ માસ. આઠ વરસ તિર્યંચ રહે, ઉત્કૃષ્ટ કાલ; ગર્ભવાસે ભેગવ્યો, ઈમ બહુ જંજાલ. કાર્પણ કાર્ય કરી લીયો, પહિલો તે આહાર; શુક અને શણત તણે, નહી જુઠ લગાર. પર્યાપ્તિ પૂરી નહી, તિહાં વિસવા વિશ; તિણે આહારે એ તનુ થયે, ઔદારિક અરૂં મિશ્ર. પવન આવે ઉદર થકી, ઉપજાવે અંગ; અગ્નિ કરે થિર તેહને, જલ સરસ સુરંગ. કઠિન પણું પૃથ્વી રચે, અવગાહ આકાશ; પાંચે ભૂત શરીરને, એમ કહે પ્રકાશ. બાર મુહુર્ત ઋતુ પછે, વિલસે નરનાર; ગર્ભ તણી ઉત્પત્તિ તિહાં, નહી અવર પ્રકાર કલિલ હએ દિન સાતમે, અરબુદ દિન સાત; અરબુદથી પેશી વધે, ઘન માંસ કહાત. માંસ તણું ગોટી હવે, અડતાલીશ ટાંક પ્રથમ માસે જીનવર કહે, મન મ ધરો રાંક. રૂધિર માંસ બીજે હવે, હવે ત્રીજે માસ; કર્મ તણે યોગે કરી, માતા મન આશ. ચોથે માસે માતનાં પરિણમે સહુ અંગ; હાથ અને પગ પાંચમે, તિમ મસ્તક ચંગ. પિત્ત રૂધિર છઠું પડે, સાતમે ઈમ સંચ; નવધમની નસ સાતમે, પેસી સય પંચ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org