________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
ભેગી નરમાં ભમરલ, ઋષિમાંહી શિરદાર; તસ ગુણ વર્ણવતાં થકાં, ગુટે કર્મ અપાર.
૪
હાલ
સુગ્રીવ નગર સેહામણું જી, બલભદ્ર તિહાં રાય; તસ ઘર ઘરણું મૃગાવતીજી, તસ નંદન યુવરાય,
હે માડી ક્ષણ લાખેણી રે જાય. બળેશ્રી નામે ભલોજી, મૃગાપુત્ર પ્રસિદ્ધ માતાને નામે કરી, ગુણનિષ્પન્ન તસ કીધ. હે માડી. ૨ ભણી ગણી પંડિત થઇ, જોબન વય જબ આય; જ સુંદર મંદિર કરાવીયજી, પરણાવે નિજ માંય. હો માડી. ૩ - નવ વય રૂપે સારીખીજી, પરણ્યા બત્રીશ નાર;
પંચ વિષય સુખ ભોગવેજી, નાટકના ધમકાર. હો માડી. ૪ ' રત્નજડીત સોહામણજી, અદભુત ઉંચા આવાસ;
દેવ દગંદકની પરેજી, વિકસે લીલ-વિલાસ. હો માડી. ૫ - એક દિન બેઠા માળીયેજી, નારી ને પરિવાર મસ્તક પગ દાઝે તણાજી, દીઠા શ્રી અણગાર. હો માડી. ૬ મુનિ દેખી ભવ સાંભ, વસીય મન વૈરાગ; ઉતર્યો આમણ દુમાજી, જનની ને પાય લાગ. હે માડી. ૭ પાય લાગીને વિનવે, સુણ સુણ મેરી માય; નટવાની પર નાચી, લાખ ચોરાશી માંય હો. માડી. ૮ પૃથ્વી પાણી તેજ તેલ માંજી, ચોથી રે વાઉ કાય; જન્મ મરણ દુખભેગવ્યા છે, તેમ વનસ્પતિમાંય. હો માડી. ૯ વિકલેનિદ્રય તિર્યંચમાંજી, મનુષ્ય દેવ મઝાર; ધર્મ વિહણે આતમાજી, રડવડીયો સંસાર. હો માડી. ૧૦ ' સાતે નરકે હું ભમ્યો, અનંતી અનંતી રે વાર; છેદન ભેદન ત્યાં સાંજી, કહેતાં ન આવે પાર. હો માડી. ૧૧ સાયરના જળથી ઘણાજી, મેં પીધા માતાના થાન; તૃપ્તિ ન પામે આતમાજી, અધિક આરોગ્યાં ધાન. હે માડી. ૧૨ - ચારિત્ર ચિંતામણી સમજી, અધિક મહારે મન થાય; તન-ધન જોબન કારમાંજી, ક્ષણક્ષણ ખૂટે આય હો માડી. ૧૩ માતા અનુમતિ આપીયેજી, લેઈશું સંયમ ભાર; પંચ રત્ન મુજ સાંભળ, કરીશું તેહની સાર. હે માડી. ૧૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org