________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
[ ૧૧૭ અરે જાયા સંયમ પંથ ઘણે આકરો, જાથા વ્રત છે ખાંડાની ધાર; જાયા મેરા રે, બાવીશ પરિસહ જીતવા, જાયા રહેવું છે વનવાસ જાયા રે મારા રે. તુજ. ૪ અરે માજીવનમાં રહે છે મૃગ એકલાં, તેની કેણ કરે રે સંભાળ. માડી રે મારી રે; વન મૃગલાની પેરે ચાલશું, અમે એકલડા નીરધાર; માડી મોરી રે. હવે ૫ હાંરે માજી નરક નિગોદમાં હું ભમે, અનંતી અનતી વાર માડી મોરી રે; છેદનભેદન મેં ત્યાં સહ્યાં, તે કહેતાં નાવે પાર; માડી મોરી રે. હવે ૬ અરે જાયા તુજને પરણાવી પાંચસે નારીઓ, રૂપે અપ્સરા સમાન; જાયા ઉંચા કુલની ઉપની, રહેવા પાંચસે પાંચસે મહેલ; જાય રે મેરા રે. તુજ૦ ૭ હાંરે માડી રે ઘરમાં જે એક નીકળે નાગણી, સુખે નિંદ્રા ન આવે લગાર, માડી પાંચસે નાગણીઓમાં કેમ રહું, મારું મન આકુલ વ્યાકુલ થાય; માડી રે મેરી રે. ૮ હાંરે જાયા આટલા દિવસ હું તે જાણતી, રમાડીશ વહુના રે બાળ; જયારે મોરારે, દેવ અટારો રે ઉલટો આવીયે, તું તો લે છે સંજમ ભાર; જાયા રે મેરા રે. ૯ હાંરે માજી મુસાફર આવ્યો કે પરૂણલો, ફરી ભેગે થાય ન થાય. માડી મારી રે; એમ મનુષ્ય ભવ પામ દેહલે, ધર્મ વિના દુર્ગતિ જાય; માડી મારી રે. ૧૦ હવે પાંચસે વહો એમ વિનવે, તેમાં વડેરી કરે રે જવાબ; વાલમ મોરી રે તમે તે સંજમ લેવા સંચર્યા, સ્વામી અમને કેને છે આધાર વહાલા મોરા રે.
વહાલમ વિના કેમ રહી શકું. ૧૧ હાંરે માજી માતા પિતા ભાઈ બેનડી, નારી કુટુંબને પરીવાર; માજી મેરી રે; અતિવેળાએ સહુ અલગ રહે, એક જિન ધર્મ તરણ તારણહાર. માડી મોરી રે. ૧૨ હાંરે માડી કાચી કાયા તે કારમી, ચડી પડી વિણસી જાય; માડી રે મોરી રે, જીવડો જાય ને કાયા પડી રહેશે, મુવા પછી બાળી કરે રાખ, માડી રે મારી રે. ૧૩ હવે ઘારણી માતા એમ ચિંતવે, આ પુત્ર નહિ રહે સંસાર; ભાવિકજનો રે; એક દિવસ રાય ભગવ્યું, લીધો સંજમ શ્રી મહાવીર સ્વામીની પાસ;
ભવિકજને સેભાગી કુંવરે સંયમ આદર્યું. ૧૪ હાંરે માડી તપ જપ કરી કાયા શોષવી, આરાધી ગયા દેવલોક, ભાવિકજને રે; પંદર ભાવ પૂરાં કરી, જાશે મહાવિદેહ ક્ષેત્ર મઝાર. ભાવિકજનો રે;
સૌભાગ્ય વિજય ગુરૂ એમ કહે. ૧૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org