________________
પ્રાચીન સજઝાય મહેદધિ ભાગ-૧
તવ વળતું બોલે ઋષી રાજન્ ! કઈ નહિ અમ નાથ; મગધાધિપ વળતું ઈમ બોલે, હું છું તમારો નાથ કે. નાથ નહિ નૃપ તાહરે કાઈ, કિમ હઈશ અમ નાથ; માતા મયગલ તેજી તુખારા, તે હંતા સવિ અમ સાથ કે. એહવું નાથાણું અમહંતુ, સુણ તું નગરના વાસી; કોસંબી નામે તિહાં નગરી, રહેતા અમે ઘરવાસ કે. વય પઢમ અમ રોગ ઉપને, તેણે દુઃખે કરૂં આકંદ; ભૂખ ગઈ મુઝ તરસ ગઈ વલી, નયણે ગઈ તિમ નિંદકે. રાજનું એહવે હું જે અનાથી અથિર યૌવન ધન અથિર સુજન, સુણ પરભવે કોઈન સાથી. ઔષધ ભેષજ મંત્ર યંત્રાદિક ધનકટી વ્યય કીધી; મુઝ તાતે આદર બહુ કીધે, તેણે ન વેદન લીધી કે. દસમસવાડા ઉદર જીણે ઘર્યો, પોશી પોઢ કરીએ; આ જનની ન હુઈ આધારી, મુઝ દુઃખ લેશ ન હરી કે. એક ઉદરે ઉપનાં સહોદર, મુજ ઉપરઘણા નેહા; વેદનભર જબહું વાલેસર, તવ તેણે દાખ્યા છેહા કે. બહેન હમારી અતિ સુવિચારી, મુખ વીરા વીરા બેનંતી; તુમચા દુઃખ અમ આવો અલસર, તેહી ન વેદન લેતી કે. દુઃખે દુઃખી સુખે સુખીણ નારી, સહેજે અતિ સુવિચારી; અન્ન પાન ને ગંધ વિલેપન, તેણે અમ દુઃખે નિવારી કે. નયણે નીર પાવસ જીમ વરસે, તુઝ ઉપર નેહમાની; મેહ તણી જે છે રાજધાની, નવિ લેતી દુઃખવાની કે. જબ મનમાંહિ એકલા વિચારૂં, એ સંસાર અસારા; જે અમ વેદન આવે પારા, તો મેલું પરિવાર કે. ધર્મધ્યાને દુઃખ થયાં વિસરાલા, રવિ દરિસણે તમજાલા; વાગ્યા દૂર હુએ જયકારા, તવ મેલ્યા પરિવાર કે. લક્ષ ચઉરાશી જવાનીમાં, તવ હું હુઓ રે સનાથ; હર મગધદેશક રાજા, વંઘા ઋષિ મુનિ નાથ કે. તું સનાથ સબંધવ ગિરૂઆ, વિરૂઆ ગરભ અબાધા; પૂછા કરીને ધ્યાન છેડા, ખમજો એહ અપરાધા કે. શ્રી અનાથી ઋષિ ચારિત્ર પાળી, કીધે શિવપુર વાસ; સિંહ વિમલ બોલ કરજેડી, છોડ્યો ગર્ભાવાસ કે..
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org