________________
RAFRARRRRRRR
પાંચ પાંડવની સજઝાય
K
R
ARAKAFAKRAFAFAFAFARE AFAFARK EF =====EM=== =======XEMBE R
હસ્તિનાગપુર વરભલું, જીહાં પાંડુ રાજા સાર રે; તસ ઘરણું કુંતા સતી, વળી માહેદ્રી બીજી નાર રે. પાંડવ પાંચે વાંદતાં મન માહે રે, મન મોહે મોહન વેલી. ત્રિજગ માંહે દીપતા અતિ સેહે રે. પાંચ પાંડવ કુંતા તણાં, તેમાં જગવિખ્યાત દોય રે; પંચ સહોદર સારિખા, નળ કુબેર સરિખા હાય રે. એક દિન સ્થવિર પધારીયા, પાંચ બાંધવ વાંદવા જાય રે; દેશના સુણી મન ગહ ગહ્યાં, ભાઈ સમય જાય છે આય રે.
નવર ચકવત્તિ જે હવા, સ્થિર ન રહ્યા કેઈ દેવ ભૂપ રે; તનધન જોબન કારમાં, સંસારનું વિસમ સ્વરૂપ રે. સંસાર માંહી પેલે વડું, લાગ્યું તે કેમ એલાય રે;
નવર વાણું સીંચતાં, આપણા ભવ ભવનાં દુઃખ જાય રે. પાંડવ પાંચ વિચારીયું, આપણ લેશું સંયમ ભાર રે; પૂત્રને રાજ્ય સોંપી કરી, દ્રૌપદી શું કરે વિચાર રે. દ્રૌપદી વળતું ઈમ કહે, અમે મેલશું સંસારને પાસ રે; કંત વિના શી કામીની, મુજ ભલે નહિ ઘરવાસ રે. પાંચે આવી ગુરૂને કહે, અમે લેશું સંયમ ભાર રે; માનવ ભવ અતિ દોહીલો, હવે પાળ સંયમ ભાર રે. ગુરૂ કહે પાંડવ સુણે, તમે રાજ પુત્ર સુકુમાર રે; ચારિત્ર પંથે અતિ દોહીલો, તમે કેમ સહેશ ભૂપાળ રે. ઘર ઘર ભિક્ષા માંગવી, વળી ચાલવું ઘર ઘર બાર રે; પાય અડવાણે ચાલવું, વળી ચાલવું ખાંડાની ધાર રે. સંયમ મારગ આદરી, ઋષી પાળે નિરતિ ચાર રે; દોષ બેંતાલીશ ટાળતાં, સાધુ લે શુદ્ધ આહાર રે. ત૫ તપે અતિ આકરા, માસખમણ મન રંગ રે; જીહાં લગે નેમીને વાંદી, અભિગ્રહ કર્યો મન અંગ રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org